Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

રાત્રે-સવારે ઠંડકની અસર બાદ આખો દિવસ ઉકળાટ

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો માહોલ બરકરાર છે. મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે ઠંડકનો અનુભવ થયા બાદ આખો દિવસ ઉનાળા જેવી ગરમી પડે છે.

સવારના સમયે સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે અને જેમ જેમ દિવસ પસાર થાય છે તેમ તેમ ગરમીની અસર વધવા લાગે છે.

જામનગર

જામનગર : શહેરનું હવામાન મહત્તમ-ર૯, લઘુતમ-૧૭.પ, ભેજ-૮પ ટકા, પવન-૭.૮ કિ.મી. પ્રતિ કલાક રહી છે.

(4:09 pm IST)