Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

વાંકાનેરમાં કલા-સંસ્કૃતિના વારસાને ઉજાગર કરતો કાર્યક્રમ

વાંકાનેરઃ કલા અને સંસ્કૃતિના ભવ્ય વારસાને રંગ મંચ પર ઉજાગર કરતો 'સાંસ્કૃતિક કાર્યક્રમ' સંસ્કાર દિપ એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ, દ્વારા યોજાયો હતો. જેમાં શારદા વિદ્યાલયના કુલ-૩૫૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પ૭ વિવિધ કૃતિઓ આ કાર્યક્રમમાં રજુ કરવામાં આવી હતી. જેમાં મોબાઇલની બાળમાનસ અને કુટુંબ જીવન પર થતી આડ અસરને રજુ કરતુ નાટક 'મોબાઇલની માથાકુટ' દિકરીનું મહત્વ સમજાવતું નાટક 'દિકરીની વિદાય' વૃધ્ધ માવતરને તરછોડતા દિકરા-વહુનું નાટક 'માં' દ્વારા સમાજમાં સારા સંસ્કારોને ઉજાગર કરવાનો પ્રયત્નો કર્યો હતો. મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઇ મઢવી મોરબી જીલ્લાના યુવા નેતા હિરેનભાઇ પારેખ, યુસુફભાઇ શેરસીયા, તા.પં.પ્રમુખશ્રી યુનુસભાઇ શેરસીયા હાજર રહ્યાં હતા. તેનું પણ સન્માન કર્યુ હતું. ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપી પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.(તસ્વીર.અહેવાલઃ મહમદ રાઠોડ.વાંકાનેર)(૨૩.૬)

(11:58 am IST)