Gujarati News

Gujarati News

News of Thursday, 7th March 2019

ભાવનગર સિટીઝન કાઉન્સીલની મળેલ મીટીંગઃ શહેરના વિવિધ પ્રશ્નોની થઇ રજુઆત

ભાવનગર તા ૭  ભાવનગર સીટીઝન કાઉન્સીલની મીટીંગ શ્રીબકુલભાઇ ચાતુર્વેદીના અધ્યક્ષસ્થાને મળી હતી. જેમાં શહેરના પ્રશ્નોની રજુઆત થઇ હતી. ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનોના પ્રશ્નો અંગે સંસ્થાના સભ્ય શ્રી ગજેન્દ્રસિંહ પરમારે વિસ્તૃત વિગત આપી હતી. ટ્રાફિક, રસ્તા, લાઇટ, અસામાજીક તત્વોની રંજાડ, બેંક, પોસ્ટ ઓફીસ વગેરે પ્રશ્નો પર રજુઆત થઇ, તથા એ બાબતનો ચર્ચામાં સંસ્થાના  શ્રીભુપતભાઇ વ્યાસ, શ્રી દિલીપભાઇ શાહ, શ્રી શૈલેષભાઇ દવે, રમેશભાઇ મહેતા, શ્રી રાકેશભાઇ ભડીયાદા, પ્રજ્ઞાબેન ગાંધી, રમેશભાઇ પારેખ, વગેરેએ ભાગ લીધો હતો. આ પ્રસંગે શ્રી હસમુખભાઇ પટેલ (અમેરીકા) એ માર્ગદર્શક સુચનો આપ્યા હતા.

પ્રારંભમાં અવસાન પામેલ શ્રી ડી.એમ. ચુડાસમા (પૂર્વ સેક્રટરી), સભ્ય શ્રી ઘનશ્યામભાઇ પટેલના માતુશ્રી તથા સભ્ય જનાર્દનભાઇ ભટ્ટના ભાઇના  અવસાન બદલ અને આપણા વીર શહીદ જવાનોનાં માનમાં બે મીનીટ મોૈન પાળવામાં આવેલ.

રમત-ગમત ક્ષેત્રે સિધ્ધિ પ્રાપ્ત કરનાર ઉમાબેન ત્રિવેદી, પ્રજ્ઞાબેન ગાંધી, વિભુતીબેન પટેલનું તથા ભાવનગર મહિલા મંડળનું સન્માન સંસ્થા દ્વારા કરાયું હતું. જેમાં મહિલા મંડળના  પ્રમુખ શ્રીમતી  નિલાંબરીબેન વોરાની સેવાને બિરદાવવામાં આવેલ. મીટીંગનું સંચાલન શ્રી શૈલેષભાઇ ભટ્ટે અન ે આભાર વિધી શ્રી દેવેન્દ્રભાઇ ત્રિવેદીએ કરી હતી. (૩.૨)

 

 

(11:51 am IST)