Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

અમરેલી જીલ્લાના મીતીયાળા પંથકમાં ભૂકંપના આંચકા બાદ ગાંધીનગરના ટેકનીકલ ટીમનુંઆગમન

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી તા. ૭ : અમરેલી જીલ્લાના મીતીયાળામાં સતત ભૂકંપ બાદ આજે ગાંધીનગરથી ટેકનીકલ ટીમ મીતીયાળા આવી છે અને ભૂકંપ વિશે વિગતો મેળવશે.

તાજેતરમાં મિતીયાળા જંગલ વિસ્‍તારમાં ભૂકંપના આંચકાઓ આવ્‍યા બાદ રૂટ બદલાયો હોય તેમ આજે રાત્રે ખાંભામાં પણ ધરતીને ધ્રુજાવી પ્રચંડ ધડાકા સાથે ધરતી કંપનો અહેસાસ થયો હતો. રાત્રીના ૯.૦૯ મીનીટે ભુકંપનો આંચકો આવતાની સાથે લોકો ઘર બહાર નીકળી ગયા હતા બે સેકન્‍ડના આંચકાએ લોકોને ધ્રુજાવી દીધા હતા ખાંભા ઉપરાંત આસપાસના ગ્રામ્‍ય વિસ્‍તારોમાં પણ ધરતીકંપની અસર થયાનું પણ ચર્ચામાં છ.ે જો કે આ લખાય છે. ત્‍યારે સિસ્‍મોલોજી સેન્‍ટરમાં નોંધ નથી પણ બનાવ બન્‍યો તે હકીકત છે. ભૂકંપને કારણે મોડે સુધી લોકોમાં ચર્ચાએ વેગ પકડયો હતો.

દર વખતે મિતીયાળા અને સઆપાસના વિસ્‍તાર પુરતો સિમિત રહેતો ભૂકંપ આ વખતે વધ્‍યો છ.ે સાવરકુંડલા તાલુકાના આંબરડી, બગોયા, અભરામપરા, મિતીયાળા અને ખાંભાના ગામડાઓમાં ભૂકંપની મોટી અસર દેખાઇ છે. રાત્રે સીસ્‍મોલોજી વિભાગના ભૂકંપ માપક યંત્રમાં ૩.ર ની તીવ્રતા અને અમરેલથી ૪૩ કી.મી.દુર એપી સેન્‍ટર હોવાનું જાણવા મળ્‍યું છે.

(1:59 pm IST)