Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

શિવરાજગઢમાં વિજ્ઞાન જાથાનો જનજાગૃતિ કાર્યક્રમ

ગોંડલ નગરપાલિકા, સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટી અને શિવરાજગઢ ગ્રામ પંચાયતના સંયુકત ઉપક્રમે ભારત જન વિજ્ઞાન જાથાનો ચમત્‍કારોથી ચેતો' જનજાગૃતિ કાર્યક્રમ શિવરાજગઢ ખાતે યોજવામાં આવ્‍યો હતો. ગોંડલની ભગવતસિંહજી કોલેજના પ્રિન્‍સીપાલ ડો. પ્રો. નિર્મળસિંહ ઝાલાના હસ્‍તે વૈજ્ઞાનિક પધ્‍ધતિથી કાર્યક્રમનું ઉદ્દઘાટન કરાયા બાદ કોલેજના પ્રોગામ ઓફીસર ડો. ડી. એમ. દોમડીયાએ રાષ્‍ટ્રીય સેવા યોજનાતળેની પ્રવૃતિઓ વર્ણવી હતી. શિવરાજગઢના સરપંચ વજુભાઇ માદળીયા, ભાવેશભાઇ વોરા, આચાર્ય અરવિંદભાઇ રામાણી, ઉત્‍સાહી શિક્ષક આશિષસિંહ વાઘેલા, ભનુભાઇ વોરા, મમતાબેન પારખીયા, આચાર્ય વૈભવીબેન પરમાર, એ. ડી. રામાણી, ભાવનાબેન રૈયાણી, શીતલબેન કોટડીયા, સોનલબેન ધડુક, અરવિંદભાઇ પારખીયા, પ્રવિણભાઇ પારખીયા, કંચનબેન શીંગાળા, નીતાબેન સોરઠીયા, શર્મીલાબેન સીતાપરા, તુષારભાઇ સિધ્‍ધપુરા, કાન્‍તીભાઇ ઠુંમર અને ગામ આગેવાનો આ જ્ઞાન વિજ્ઞાનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહ્યા હતા. જાથાના રાજય ચેરમેન એડવોકેટ જયંત પંડયાએ અંધશ્રધ્‍ધા, વ્‍હેમ, ચમત્‍કારો સામે વૈજ્ઞાનિક સમજ આપી સ્‍થળ ઉપર જ ટીમના સદસ્‍યોના સહયોગથી એકના ડબલ, હાથમાંથી કંકુ-ભસ્‍મ-લોહી કાઢવું, ઉકળતા તેલમાંથી હાથેથી પુરી તળવી, મો માં સળગતા કાકળા નાખવા વગેરે ચમત્‍કારીક પ્રયોગોનું નિદર્શન કરી બતાવ્‍યુ હતુ. આ પ્રયોગ નિદર્શનમાં અંકલેશ ગોહિલ, રવિ પરબતાણી, ગુલાબસિંહ ચૌહાણ, પ્રકાશ મનસુખભાઇ, સિધ્‍ધાર્થ દેગામી, જીતુભાઇ શેખવા, વિવેક શેખવા, ભાનુબેન ગોહીલ વગેરેએ ભાગ લીધો હતો.

(12:20 pm IST)