Gujarati News

Gujarati News

News of Tuesday, 7th February 2023

૧૪મીએ જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે મેગા લોન મેળો

જામનગર,તા. ૭ : રાજય સરકારની જરૂરતમંદ પ્રજાજનો/ નાગરીકોને પોતાના ધંધા રોજગાર માટે લોન મળી શકે તે નિતિ અનુસંધાને પોલીસ મહાનિદેશકશ્રી ગુજરાત રાજય ગાંધીનગરના માર્ગદર્શન મુજબ તેમજ પોલીસ મહાનિરીક્ષકશ્રી રાજકોટના અશોકકુમારની સુચના મુજબ પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુએ તા. ૧૪/૨/૨૦૨૩ના રોજ કલાક ૧૧ થી ૧૬ સુધી જામનગર શરૂ સેકશન રોડ, પોલીસ હેડ કવાર્ટર ખાતે લોન લેવા ઇચ્‍છતા નાગરીકો માટે અને ભવિષ્‍યમાં લોન લેવા માંગતા નાગરીકો માટે લોન મેળાનું આયોજન કરેલ છે. આ લોન મેળામાં જામનગર પોલીસ હેડ કવાર્ટર ખાતે રાખવામાં આવેલ છે. જેમાં તમામ રાષ્‍ટ્રીયકૃત બેંક તથા સહકારી બેંકના પ્રતિનિધીઓ હાજર રહેનાર હોય જેથી લોન લેવા ઇચ્‍છુક પ્રજાજનોએ સદરહું લોન મેળામાં હાજર રહેવા અપીલ કરવામાં આવે છે.

(12:00 pm IST)