Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જામનગરમાં બહારના રાજ્યમાંથી દેહ વ્‍યાપાર માટે મહિલાઓને બોલાવીને કુટણખાનુ ચલાવતા ૨ ઝડપાયા

જામનગરઃ જામનગર શહેરમાં છાનેખૂણે તો કેટલીય જગ્યાઓ પર દેહવ્યાપારનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, એવામાં જામનગર એલસીબી અને સીટી બી ડીવીઝન સ્ટાફે બે સ્થળોએથી દેહવ્યાપાર ઝડપી પાડી અને ગુન્હાઓ દાખલ કર્યા છે.જામનગર એલસીબી પી.એસ.આઈ કે.કે.ગોહિલ અને સ્ટાફે શહેરના રણજીતનગર પોસ્ટઓફીસ નજીક બ્લોક નં.સી/૯ રૂમ નં.૧૯૨૯ માં નિવૃત પીએસઆઈનો પુત્ર અશોકસિંહ પ્રવીણસિંહ ઝાલા પોતાના રહેણાંક મકાનમા રાજય બહારથી મહિલાઓ બોલાવી અને દેહવ્યાપારનો ધંધો ચલાવતો હોય પોલીસે રેઇડ કરી અશોકસિંહ ઝાલા અને  મનોજ ધરમવીર ખન્નાને ઝડપી પાડ્યા હતા, અશોકસિંહ ઝાલા પોતાના મકાનમા બહારના રાજ્યોમાં થી યુવતીઓ બોલાવી અને ગ્રાહકો પાસેથી ૧૦૦૦ થી ૧૫૦૦ રૂપિયા વસુલ કરી અને શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી આપતો હોવાનું સામે આવ્યું છે, પોલીસે સ્થળ પરથી રોકડ ૬,૮૦૦ બે મોબાઇલ ફોન મળી કુલ ૧૭,૮૦૦/- મુદામાલ સાથે બે ઇસમો ને ઝડપી પાડી દેહવ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો છે,

જયારે દેહવ્યાપારના બીજા દરોડામાં પંચવટી નજીક આવેલ હોટેલ ગોલ્ડન ક્રાઉનના રૂમ નંબર ૨૦૩માં થી દેહવ્યાપારના ધંધા પર સીટી બી ડીવીઝન પી.આઈ.રાઠોડ સહિતની ટીમે દરોડો કર્યો છે, જ્યાં દિનેશ લક્ષ્મણ સાકટ અને રાકેશ મગનલાલ ગાગાળા બહારના રાજ્યની એક યુવતીને બોલાવીને ૩૦૦૦ થી ૪૦૦૦ વસુલ કરી દેહવ્યાપારનો ધંધો ચલાવતા હોવાની માહિતી પરથી પોલીસે એક યુવતીને મુક્ત કરાવી અને એક શખ્સને ઝડપી પાડ્યો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.આ મામલામાં હોટેલ સંચાલકની સંડોવણી છે કે કેમ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.

(5:16 pm IST)