Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

સુરેન્દ્રનગરમાં સેન્ટ્રલ જીએસટીના બે અધિકારી વતી ૭૫ હજારની લાંચ લેતા પ્યુન રવિ જોશી ઝડપાયો

ગોપાલ નમકીનના એક ગોડાઉનના જીએસટીના ટીન નંબર બરાબર ન હોય ઉદ્યોગપતિને ૫ લાખની પેનલ્ટી ફટકારાઈ'તીઃ પેનલ્ટી ન ભરવી હોય તો અઢી લાખ, રકઝક બાદ ૭૫ હજાર નક્કી થયા'તા

રાજકોટ, તા. ૭ :. સુરેન્દ્રનગરમાં ગોપાલ નમકીનના બે ગોડાઉન પૈકી એક ગોડાઉન ગેરકાયદેસર હોય જે મામલે ઉદ્યોગપતિને ૫ લાખની પેનલ્ટી ફટકારાઈ હતી. આ સંદર્ભે સેન્ટ્રલ જીએસટીના બે અધિકારીએ ઉદ્યોગપતિને સેટલમેન્ટ કરવા માટે અઢી લાખ આપવાનું કહ્યું હતું અને રકઝક બાદ ૭૫ હજાર આપવાનું નક્કી થયું હતું. ત્યાર બાદ ઉદ્યોગપતિએ એસીબીમાં જાણ કરતા સુરેન્દ્રનગર એસીબીની ટીમે છટકુ ગોઠવ્યું હતું અને સુરેન્દ્રનગરના મલ્હાર ચોકમાં આવેલી સીજીએસટીની કચેરી ખાતે ઉદ્યોગપતિને બોલાવવામાં આવ્યા હતા અને સેન્ટ્રલ જીએસટીના સિનીયર ઈન્સ્પેકટર રાજીવકુમાર હંસરાજભાઈ યાદવ, ઈન્સ્પેકટર ગૌરવ અરોરા વતી ઓફિસના પટ્ટાવાળા રવિ ભવાનીશંકર જોશીએ રૂ. ૭૫ હજારની લાંચ સ્વીકારતા એસીબીના છટકામાં રંગે હાથ ઝડપાઈ ગયો હતો.

(4:21 pm IST)