Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જેતપુરમાં જુગાર રમતા ૪ શખ્સો ઝડપાયા

જેતપુર : શહેરમાં દારૂ જુગારની બદીઓ દુર કરવા ડીવાયએસપી સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ સીટી પીઆઇ વી.કે.પટેલના સ્ટાફ પ્રવિણભાઇ ચાવડા, સંજયભાઇ પરમાર,  મહેન્દ્રભાઇ, હિતેષભાઇ, ઘનશ્યામસિંહ રઘુભાઇ પેટ્રોલીંગમાં નીકળેલ દરમિયાન ઘેરાવાળા પ્લોટમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જુગાર અંગેની રેડ કરતા જાહેરમાં તીનપતીનો જુગાર રમતા સંજન ઉર્ફેગાંડી છગનભા પરમાર (રહે. ઘેરાવાળા પ્લોટ) દાના ઉકા વાઘેલા (રહે.વાવડી) મુન્ના વેરશીભાઇ સોલંકી (રહેે. વાવડી) હકુ જીલુભાઇ વાડોદરીયા (રહે. સુલતાનપુર)ને રોકડ રૂ.૧પર૮૦ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

(3:51 pm IST)