Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

શાપર-વેરાવળ પાસે કારખાનામાં આગ

રાજકોટ તા. ૭ : શાપર-વેરાવળ પાસે આવેલા સદ્દગુરૂ કૃપા ક્રોક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગી હોવાની જાણ થતા રાજકોટ મવડી અને કોઠારીયા ફાયર સ્ટેશનેથી બે ફાયર ફાઇટર સાથે સ્ટાફ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લીધી હતી.

આગમાં એસેસરીઝ, પેકીંગ મટીરીયલ, બેજર મશીનરી, પ્રેસર મેકીંગ મીશન તથા ઓફીસમાં ફર્નિચર, ચાર કોમ્પ્યુટર, એક ટેબલ, ત્રણ એસી બળી ગયા હતા. બનાવની જાણ થતા કારખાનાના માલીક દોડી આવ્યા હતા આગમાં નુકશાની અને કયા કારણોસર લાગી તે જાણવા તપાસ થઇ રહી છે.

(3:47 pm IST)