Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

વિસાવદર પંથકમાં મેગા ડિમોલીશનઃ સાડી ધોવાના ૩૬ જેટલા ઘાટ તોડી પડાયા

રજૂઆતના પગલે કલેકટરની સૂચનાથી કાર્યવાહી

જૂનાગઢ, તા. ૭ :. વિસાવદર પંથકમાં તંત્રએ મેગા ઓપરેશન કરીને સાડી ધોવાના ૩૬ જેટલા ઘાટ તોડી પાડવામાં આવતા હલચલ મચી ગઈ છે.

વિસાવદર તાલુકાના હરજાણી પીપળીયા ગામે જેતપુરની સાડી ધોવાના ઘાટ ધમધમતા હોવાથી પ્રદુષણે માજા મુકી હોવાની રજૂઆત ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ કરતા કલેકટર ડો. સૌરભ પારઘીએ તમામ ઘાટ તોડી પાડવા આદેશ કર્યો હતો.

આ હુકમના પગલે પ્રાંત અધિકારીના માર્ગદર્શન હેઠળ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ, પીજીવીસીએલ સહિતના વિભાગોએ પોલીસ સુરક્ષા વચ્ચે ૩૬ જેટલા ઘાટ પર બુલડોઝર ફેરવી દઈને તોડી પાડયા હતા.

તંત્રની આ પ્રકારની કાર્યવાહીથી ગ્રામજનો, ખેડૂતોએ રાહત અનુભવી છે તો બીજી તરફ ઘાટના સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

(1:02 pm IST)