Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ચોટીલાના રેશમિયામાં સિંહ બેલડીએ કર્યુ ૪ ભેંસનુ મારણ

રાત્રીનાં અંધારાનો લાભ લઇને ઘર પાસે આવેલા વાડામાં હુમલોઃ માલધારીઓમાં ફફડાટ

વઢવાણ, તા.૭: સુરેન્દ્રનગર જિલ્લા ના ચોટીલા અને આજુ બાજુ માં આવેલ ઠાગા અને વિડ વિસ્તારમાં સિંહણ પોતાના બે બાળ સિંહ સાથે આવી ચડી છે.ત્યારે આ સિંહ બેલડી એ અત્યાર સુધી આ વિસ્તારમા વસવાટ કરતા લોકો ને દેખા દીધી ન હતી.ત્યારે અંદાજીત રાત્રી ના ૩ વાગ્યા આજુ બાજુ સિંહ બેલડી ચોટીલા ના રેશમિયા ની સીમ માં દેખા દીધી હતી.

ત્યારે આ સિંહ બેલડી સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલાના રેસમીયા રાજપરા ના ઠાંગા વિસ્તારમાં ફરી પ્રવેશ મેળવ્યો હતો અને આજે વહેલી સવારે રાત્રી દરમિયાન સિંહ બેલડી એ માલધારીઓના વાડામાં બાંધેલી ભેંસો ના શિકાર કર્યો છે.ત્યારે મોડી રાત્રે ૩ વાગ્યા માં અરસા માં રેશમિયા ગામ ના માલધારી રેશમીયા જગસીભાઈ માલકીયા દુધવાળા ના ચાર પશુ નુ મારણ કરતા આજુબાજુ વસવાટ કરતા લોકો માં ભય નો માહોલ સર્જાયો છે..

સિંહ એ ચાર ભેંસો નો શિકાર કરતા ની સાથે નાના એવા રેશમિયા ગામ માં હાહાકાર વ્યાપ્યો છે.ત્યારે આચનક ગામ માં આવી ચડેલ સિંહ બેલડી એ એક સાથે વાળા માં બાંધેલી ચાર ભેંસો નો શિકાર કરતા માલધારીઓ ફફળિયા છે.ત્યારે આ વાળો ઘરની અંદર આવેલો વાડો તેના ઘરની નજીક છે.

ત્યારે માલધારીઓ ની વ્હારે આજે આ બાબત ની જાણ થતા વન વિભાગ પહોંચ્યું છે. ત્યારે માલધારીઓ ને પોતાના મૃતક પશુઓ ની કિંમત પણ વન વિભાગ દવારા આપવા માં આવી રહી છે.

સુરેન્દ્રનગર જિલ્લા માં છેલ્લા ૩ માસ થી સિંહ એ ધામાં નાખ્યા છે.ત્યારે આજે વહેલી સવારે સિંહ દવારા ૪ ભેંસ નું મારણ કરવા માં આવીયું છે.ત્યારે આગાવ પણ શિહો દવારા અનેક પશુઓ ના મરણ કરવા માં આવીયા છે.ત્યારે આ મોટા પશુઓ ની કિંમત સિંહ મારે ત્યારે માલધારીઓ ને ૨૦ હજાર કરતા પણ ઓછી આપવા માં આવે છે.ત્યારે આ મોટા પશુઓ ની કિંમત આશરે ૫૦ હજાર થાય છે.

ત્યારે કિંમત ઓછી ચૂકવવા માં આવતા માલધારીઓ ને નુકશાન ખાવાનો વારો આવ્યો છે. ત્યારે આ બાબતે રોષ વ્યાપ્યો છે.

(12:57 pm IST)