Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

થોરડી અને છાપરી ગામે મહિલાનો વેશ ધારણ કરી ધાર્મિક વિધિના બ્હાને ચેઇન લઇ જનાર બે ઝડપાયા

સાવરકુંડલા તા.૭: ર્ંઅમરેલી પોલીસ અધિક્ષક નિર્લિપ્ત રાયેની સુચના તેમજ નાયબ પોલીસ અધિક્ષક કે.જે.ચોધરી   સાવરકુંડલા વિભાગ તથા સી.પી.આઈ. ર્ં જે.ડી.ઝાલા સાહેર્બં ધારી સર્કલના માર્ગદર્શન હેઠળ  ર્ંસાવરકુંડલા રૂરલ સબ ઇન્સ.  એ.પી.ડોડીયા  દ્વારા થોરડી ગામે તથા રાજુલા તાલુકાના છાપરી ગામે મહિલાનો વેશ ધારણ કરી,  વિશ્વાસઘાત તથા ઠગાઈ કરી મુદ્દામાલ ઓળવી જનાર ઇસમને મુદ્દામાલ  સાથે પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપી (૧) ભરતનાથ નાથાનાથ સોલંકી ઉ.વ. ૪૦, ધંધો. ભિક્ષાવૃતિ, રહે. મોટા ખુંટવડા, તા. મહુવા,  મુળ રહે. કરીયા, તા. ભેસાણ, જી. જુનાગઢ. (૨) જેસલનાથ ભગવાનનાથ માંગરોળીયા ઉ.વ. ૪૫, ધંધો. ભિક્ષાવૃતિ, રહે. સાવરકુંડલા, ગિરધારવાવ, સોમનાથ મંદિર સામે પાસેથી

(૧) સોનાનો ચેઇન ૧૦ ગ્રામ વજનનો આશરે કીં.રૂ. ૩૦,૦૦૦/- (૨) હીરો હોન્ડા પેશન પ્રો મો.સા. GJ 27 A 9262 ની કીં.રૂ. ૧૦,૦૦૦/- (૩) રોકડા રૂપિયા ૧૨,૧૦૦/- મળી ર્ંકુલ કીં.રૂ. ૫૨,૧૦૦/- નો મુદ્દામાલ  કબ્જે કરેલ છે.

 આરોપી નં. ૧ મહિલાનો વેશ ધારણ કરી ચારેક મહિના પહેલા તા. ૨૯/૦૯/૨૦૧૯ ના  ફરિયાદી ના ઘરે મહિલા ના કપડાં પહેરી ગયેલ અને ફરી.ની માતા તથા તેની પત્ની સાથે ધાર્મિક વિધી કરવાની વાતો કરી  દુધના ગ્લાસમાં કંકુ નાખી વીધી કરવા માટે સોનાનો ચેઇન માંગી વિશ્વાસમાં લઈ  ઠગાઈ કરી સોનાનો ચેઇન લઇ ભાગી ગયેલ હતો. જે સાવરકુંડલા રૂરલ પો.સ્ટે. ગુ.ર.નં. ૦૪૮/૨૦૨૦ IPC કલમ- ૪૦૬, ૪૨૦ મુજબ ગુન્હો રજી. થયેલ છે. (૨)  રાજુલાના છાપરી ગામે પકડાયેલ બંને આરોપીઓ મહિલાનો વેશ ધારણ કરી છાપરી (ડોળીયા) ગામે ભિક્ષાવૃતિ કરવા ગયેલ અને અને ફરિયાદીના ઘરે જઈ નડતર કાઢવાની ધાર્મિક વિધિ કરવાના બહાને રૂ. ૧૨,૧૦૦/-  લઈને નજર ચૂકવીને બંને ઈસમો ભાગી ગયેલ હતા. જે ડુંગર પો.સ્ટે. ગુ.ર.નં. ૦૫૧/૨૦૨૦ IPC કલમ- ૪૦૬, ૪૨૦,૧૧૪ મુજબ ગુન્હો રજી. થયેલ છે.

જે બંને ઇસમોને મુદ્દામાલ સાથે અટક કરી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

આમ, ઉપરોકત  ખ્લ્ત્ દેવેન્દ્રદાસ ગોંડલીયા,ણ્ઘ્ વિજયભાઈ રાઠોડ, ણ્ઘ્ ચિથરભાઈ બારૈયા ભ્ઘ્મધુભાઈ ભેરડા, રાજેન્દ્રસિંહ વાઘેલા દ્વારા કામગીરી કરવામા આવેલ છે. અને આરોપી અને મુદ્દામાલ  પકડી પાડવામાં સફળતા મળેલ છે.

(12:54 pm IST)