Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

જોડીયા પંથકમાં જામગરી સાથે મીંયાણા શખ્સ ઝડપાયો

જામનગર, તા. ૭ : પોલીસ અધિક્ષક શરદ સિંધલ દ્વારા ગે.કા. લાયસન્સ વવગરના હથીયારો રાખતા ઇસમોને પકડવાની સુચના મળતા એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર કે.એલ. ગાધે તથા પો.સબ ઇન્સ. જે.બી.પટેલના માર્ગદર્શન મુજબ સ્ટાફના માણસો એસ.ઓ.જી. કચેરીએ હાજર હતા દરમ્યાન પો.કોન્સ. મયુદીનભાઇ સૈયદ તથા રમેશભાઇ ચાવડા, સોયબભાઇ મકવાને હકીકત મળેલ કે હુશેન ઉર્ફે પદુ અયુબભાઇ સોઢા મીયાણા ઉ.વ.૩પ રહે. માધાપર સામપર તા. જોડીયા પાસે ગે.કા. હથિયાર છે અને તે ઇસમ બાલંભા (શાંતિનગર)થી ચોગ્લે જેટી તરફ જતા વિસ્તારમાં હથીયાર સાથે આટાફેરા કરે છે જે બાતમીના આધારે તે જગ્યાએ રેઇડ કરતા દેશી હાથ બનાવટની જામગરી બંદુક સાથે મળી આવેલ જેથી આર્મ્સ એકટ કલમ રપ(૧-બી), જી.પી.એકટ ૧૩પ(૧) મુજબ ગુન્હો કરેલ હોય ધરપકડ કરી હેડ કોન્સ. બશીરભાઇ મલેકએ જોડીયા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે. આ કાર્યવાહી એસ.ઓ.જી. સ્ટાફના એ.એસ.આઇ. મહેશભાઇ સવાણી તથા હિતેશભાઇ ચાવડા પો.હેડ કોન્સ. જ્ઞાનદેવસિંહ જાડેજા, અનિરૃદ્ધસિંહ ઝાલા, બશીરભાઇ મલેક, હિતેષભાઇ ચાવડા, અરજણભાઇ કોડીયાતર, ઘનશ્યામભાઇ ડેરવાળીયા, દિનેશભાઇ સાગઠીયા તથા પો.કોન્સ. મયુદીનભાઇ સૈયદ, દોલતસિંહ જાડેજા, સોયબભાઇ મકવા, રમેશભાઇ ચાવડા, રવિભાઇ બુજડ, સંજયભાઇ પરમાર, લાલુભા જાડેજા, વુ.પો.કો. પ્રિયંકાબેન ગઢીયા, ડ્રા.પો. કોન્સ. દયારામભાઇ ત્રિવેદી તથા સહદેવસિંહ ચૌહાણનાઓએ કરેલ છે.

(11:43 am IST)