Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

પોરબંદર જિલ્લાના યોગ ટ્રેનરો માટે રાજય યોગ બોર્ડ દ્વારા એક માસની તાલીમનો પ્રારંભ

પોરબંદર, તા.૭: ગુજરાત રાજય યોગ બોર્ડના આયોજનના ભાગરૂપે પોરબંદર જિલ્લાના યોગ ટ્રેનરોને એક માસની યોગ તાલીમ આપવાનું અને આ યોગ ટ્રેનરો એક માસની યોગ શિક્ષણની તાલીમ મેળવીને પોતાના નજીકની શાળા-કોલેજો-સોસાયટી, ગાર્ડન કે અન્ય કોઇપણ જગ્યાએ નિયમીત યોગ કલાસ ચલાવી શકશે.

ગાંધીનગર રાજય યોગ બોર્ડના ઉપક્રમે પોરબંદરની માલદેવજીભાઇ ઓડેદરા સ્મારક ટ્રસ્ટ સંચાલિત ડો.વી.આર ગોઠાણીયા મહિલા કોલેજમાં જિલ્લાના યોગ ટ્રેનરોની કાર્યશિબિરનો શુભારંભ થયો છે.

જિલ્લા કક્ષાની યોગ ટ્રેનની કાર્ય શિબિરને મંગલદીપ પ્રગટાવીને પૂર્વ કેબીનેટ મંત્રી અને ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા બાબુભાઇ બોખીરીયા એ પોતાના બાળપણના સંસ્મરણો વાગોળતા જણાવ્યુ હતુ કે બોખીરા ગામથી સાયકલ લઇને પોરબંદરની સ્ટટ લાઇબ્રેરીમાં પુસ્તકો વાંચવા જતો. વાંચવુ પણ એક યોગ છે. તેમણે વધુમાં કહ્યું હતું કે અત્યારના સમયમાં યોગાભ્યાસનું ઘણું જ મૂલ્ય છે ત્યારે યોગ અને તેના મહત્વને સમજીને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ભારત સરકારે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે. યોગને રોજીંદા જીવનમાં કેળવીને સારૂ સ્વાસ્થય હાંસલ થઇ શકે છે. દરેક વ્યકિતએ હકારાત્મક વિચારો કેળવવાની ટેવ કેળવવી જોઇએ. શ્રીમદ શંકરાચાર્યએ કહ્યું હતું કે જેણે મન જીત્યું તેણે જગ જીત્યું.

ડો.વી.આર ગોઢાણીયા ી.એડ કોલેજના ડાયરેકટ અને કેળવણીકાર ડો.ઇશ્વરભાઇ ભરેડાએ જણાવ્યું હતુ કે શ્રીમદ ભગવદગીતાએ યોગના પ્રયોગો છે. યોગ કર્મશુ કોશલ્ય આપણે કોઇ પણ કામ દીલ-મનથી એકાગ્રતાથી શ્રેષ્ઠ કામ કરીએ તે યોગ છે.

ગુજરાત રાજય નશાબંધી અને આબકારી વિભાગના ડાયરેકટર અને મહિલા તબીબી ડો.ચેતનાબેન તિવારીએ જણાવ્યું હતુ કે ધુમ્રપાન, દારૂ કેફી દ્રવ્યોનું સેવન તથા અન્ય વ્યસનો તંદુરસ્તી માટે હાનિકારક છે તેનો ત્યાગ હિતાવહ છે તંદુરસ્ત માટે યોગ, કસરત વ્યાયામ આવશ્યક છે. પતંજલી યોગ સમિતિ રાણાવાવ તાલુકાના અધ્યક્ષ શ્રી અશ્વિનભાઇ દવે એ વેદ-પુરાણોમાં ઓમનો મહિમા યોગ સાથે જોડીને સમજાવતાં જણાવ્યુ હતું કે યોગાસન એ ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. પહેલાના સમયમાં ઋષિઓ યોગ ધ્યાન કરતા હતા. યોગ આંતરિક ચેતનાને ઉજાગર કરે છે. પોરબંદર પતંજલી યોગ સમિતિના જિલ્લા અધ્યક્ષ દિનેશભાઇ થાનકીએ સમાજને જેમ તનની બીમારી માટે હોસ્પિટલો છે  એમ મનની માવજત કરવા યોગ શિક્ષણ છે.

જિલ્લાના યોગ કોચ જીવાભાઇ ખૂંટીએ આ તાલીમમાં પોરબંદર જિલ્લાના ૨૧૫ જેટલા યોગ ટ્રેનરો એક માસ સુધી તાલીમ મેળવીને ઉમેદવારોએ ટ્રેનરોએ પોતાની જગ્યા પર ઓછામાં ઓછો એક નિયમીત યોગ કલાસ ચાલુ અને માનદ વેતન મળશે તેમ જણાવીને સૌ મહાનુભાવોને શબ્દ કુમકુમથી આવકાર્યા હતા.

માનસી નામની યુવતીએ નેશનલ લેવલે યોગની તાલીમ મેળવી છે તેમણે યોગના જુદા-જુદા આસનોનું નિદર્શન કરેલ.

કાર્યક્રમનું સંચાલન સિદ્વિબેન અત્રી અને દીનેશભાઇ જોષીએ પોતાની આગવી શૈલીમાં સંભાળ્યુ હતુ. આભાર દર્શન પોરબંદર જિલ્લાના યોગ કોચ શ્રી હાર્દિકભાઇ તન્નાએ કરી હતી.

કાર્યક્રમમાં યોગ ગુરૂ શ્રી નરેન્દ્રભાઇ જુગી, હિતેશભાઇ કારીયા, ભૂમિકાબેન તન્ના, શાંન્તાબેન ભૂતિયા, પ્રભુદાસ ગજ્જર, વજુભાઇ દાવડા, પંતજલિ યોગ સમિતિના ખીમભાઇ મારૂ, શ્રીમતી વસંતાબેન કોરડીયા, હીરાબેન ગોરાણીયા, ઉષાબેન શિયાળ, મીનાબેન, મંજુબેન શિયાળ, વનીતાબેન, પૂજાબેન, મહેન્દ્રભાઇ થાનકી, સહિત અન્ય મહાનુભાવો સહિત જિલ્લાભરમાંથી યોગ ટ્રેનરો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા.

કાર્યક્રમને સફળ બનાવવા યોગ કોચ જીવાભાઇ ખૂંટી તથા કોચ હાર્દિકભાઇ તન્નાના માર્ગદર્શન તળે નીધિબેન શાતા, ખૂશ્બુબેન પાંડાવદરા સહિત ગોઢાણીયા સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી હતી.

(11:42 am IST)