Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

માળિયાના બગસરા ગામે મીઠાના ઓવરલોડ ટ્રકોનો ત્રાસ : મીઠું રસ્તામાં ઢોળાય છે

મોરબી તા. ૭ : માળિયા પંથકમાં મીઠાના ટ્રકો બેફામ ઝડપે દોડતા હોય તેમજ ઓવરલોડ ટ્રકોને પગલે મીઠું રસ્તા પર ઢોળાય જતું હોવાથી ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે.

માળીયાના બગસરા ગામના રહીશોએ જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું છે કે માળિયાના બગસરા ગામ વચ્ચેથી મીઠાના ઓવરલોડ ટ્રકો બેફામ દોડે છે. ગામમાં પ્રાથમિક શાળા અને રહેણાંક ઘરો આવેલ છે જેથી સતત અકસ્માતનો ભય સતાવે છે. ઉપરાંત ઓવરલોડ ટ્રકમાંથી મીઠું ઢોળાય છે જેથી ગ્રામજનોને પરેશાનીનો સામનો કરવો પડે છે. જેથી મીઠા ઉત્પાદન કરતી પાર્ટીઓને તપાસ કરી તાત્કાલિક યોગ્ય પગલા ભરવાની માંગ કરી છે તેમજ બગસરા વચ્ચે ચાલતા મીઠાના ઓવરલોડ ટ્રકો બંધ કરાવવા અને અન્ય રસ્તે ચાલે તેવી માંગ કરી છે.

(11:42 am IST)