Gujarati News

Gujarati News

News of Friday, 7th February 2020

ઠંડી વધી : ગિરનાર ૪.૮, નલીયા ૮ ડીગ્રી

જુનાગઢ-૯.૮, જામનગર-૧૦, રાજકોટ-૧૦.૭ ડીગ્રી લઘુતમ તાપમાન : મોડી રાત્રીના વહેલી સવારે ઠંડીમાં વધારો

રાજકોટ, તા. ૭ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે સવારે ઠંડીમાં વધારો થયો છે. લઘુતમ તાપમાનનો પારો નીચે ઉતરતા ઠંડીમાં વધારો થયો છે.

આજે રાજયમાં સૌથી વધુ ઠંડી ગિરનાર પર્વત ઉપર ૪.૮ ડીગ્રી, નલીયા ૮, જુનાગઢ ૯.૮, જામનગર ૧૦, રાજકોટ ૧૦.૭ ડીગ્રી ઠંડી નોંધાતા મોડી રાત્રીના અને વહેલી સવારે ઠંડીમાં વધારો નોંધાયો છે.

જુનાગઢ

જુનાગઢ : આજે અચાનક તાપમાનમાં ધરખમ ઘટાડો થતાં જુનાગઢના ગિરનાર પર્વત ખાતે ૪.૮ ડીગ્રી તીવ્ર ઠંડી અનુભવાઇ હતી. એક જ દિવસમાં ૩.ર ડીગ્રી ઠંડી વધતા જનજીવનને અસર થઇ છે.  ગઇકાલે જુનાગઢનું લઘુતમ તાપમાન ૧૩.૪ ડીગ્રી રહ્યા બાદ આજે સવારે તાપમાનનો પારો ૩.ર ડીગ્રી નીચે ઉતરીને ૯.૮ ડીગ્રીએ સ્થિર થતાં સોરઠભરમાં ઠંડીનું મોજુ ફરી વળ્યું હતું. ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં આજે ૪.૮ ડીગ્રી કાતિલ ઠંડી રહી હતી. અચાનક ઠંડી વધતા વન્ય પ્રાણીઓ સહિતના જીવો ધ્રુજી ઉઠયા હતા.

સવારે જુનાગઢમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬પ ટકા અને પવનની પ્રતિ કલાકની ઝડપ ૪.૩ કીમીની રહી હતી.

જામનગર

જામનગર : આજનું હવામાન ર૬.પ૦ મહત્તમ ૧૦.૦૦ લઘુતમ ૯૩ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ પ :૦૦ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી.

સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાં કેટલી ઠંડી

શહેર

લઘુતમ તાપમાન

ગિરનાર

૪.૮ ડીગ્રી

નલીયા

૮.૦ ''

જુનાગઢ

૯.૮ ''

કેશોદ

૯.૮ ''

જામનગર

૧૦.૦ ''

રાજકોટ

૧૦.૭ ''

કંડલા એરપોર્ટ

૧૧.પ ''

અમરેલી

૧૧.૬ ''

ભુજ

૧૩.૦ ''

સુરેન્દ્રનગર

૧૩.પ ''

ભાવનગર

૧૩.૪ ''

પોરબંદર

૧૪.૩ ''

૪ મહાનગરો

ગાંધીનગર

૧ર.ર ડીગ્રી

અમદાવાદ

૧૩.૪ ''

સુરત

૧૪.૦ ''

વડોદરા

૧૪.૪ ''

ગુજરાત

ડીસા

૧ર.૮ ડીગ્રી

દીવ

૧૧.ર ''

વલ્લભવિદ્યાનગર

૧ર.ર ''

(11:40 am IST)