Gujarati News

Gujarati News

News of Thursday, 7th January 2021

કેશોદના ટોલનાકાનો પ્રશ્ન હલ કરવા પોરબંદરના સાંસદ પાસે માંગણી કરતા કેશોદ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંઘના પ્રમુખ

ટોલનાકુ શહેરના ૨૦કિ.મી. ત્રિજયાની અંદર હોઈ વાહનોને ટેક્ષ મુકિત અપાવવાની માંગ

(સંજય દેવાણી દ્વારા)કેશોદ,તા. ૭:  કેશોદની જનતાને ગત લોકસભાનીચુંટણી સમયે પોરબંદર વિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશભાઈ ધડુકે પોતે ચુંટાઈ આવશેતો કેશોદ વિસ્તારનો ટોલટેક્ષનો પ્રશ્ન જરૂર ઉકેલાય જશે તેવી ખાતરી ચુંટણી સમયે આપનાર આ નેતા આ વાતને ભુલી ગયા કે શું ? તેવો પ્રશ્ન કેશોદ પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધના પ્રમુખે ઉઠાવ્યો છે.

આ ટોલટેક્ષનો પ્રશ્ર્ન વહેલાસર ઉકેલવામાં આવે તેવી માંગણી સાંસદ રમેશભાઈને પાઠવેલા પત્રમાં પ્રિન્ટ મીડિયા પત્રકાર સંધ કેશોદના પ્રમુખે કરી છે. ત્યારે સાંસદને પત્ર દ્વારા રજુઆત કરતાં જણાવેલછે કે ગોંડલના ભરૂડી ટોલટેકસ નાકાનો પ્રશ્ર્ન ઉકેલવામાં આપે જે જહેમત ઉઠાવી હતી અને તેમાં સફળતા મેળવી હતી તેમ આવોજ પ્રશ્ર કેશોદના લોકો માટે માથાના દુઃખાવા સમાન ટોલટેકસનો છે. કેશોદથી જુનાગઢ રોડપર આવેલ ટોલનાકુ વીશ કિ.મી.ની ત્રિજયામાં એટલેકે કેશોદથી ૧૩ થી ૧૪ કિ.મી.ના અંતરે આવેલું છે. ત્યારે સ્થાનિક કેશોદના લોકોને પોતાના વાહનનો ટેકસ ભરપાઈ કરવાનો થતો નથી તેવું કાયદાના દાયરામાં પણ આવે છે. તેમછતા આ ટેક્ષ કેશોદમાં લાગુ પડતો ન હોવા છતાં ગાદોઈ ટોલનાકા પર કેશોદના લોકોનો ટેકસ લેવાઈ રહયોછે. ત્યારે આ મુદ્દે ચુંટણી સમયે લોકોને જાહેરમાં પણ આપે વચન આપેલ હતુ કે જો ચુંટાઈ આવીશ તો કેશોદની જનતાનો આ પ્રશ્ર્ન વહેલી તકે હલ કરીશું ત્યારે આ વિસ્તારના સાંસદ તરીકે આપ ચુંટાયેલા છો તેને લાંબો સમય થવા છતાં કેશોદની જનતાનો આજદિન સુધી આ પ્રશ્ન હલ થયેલ નથી. ત્યારે આપ લોકોના આ મહત્વના પ્રશ્ર્નને વહેલાસર ઉકેલશો તેવી માંગણી સાંસદ રમેશભાઈને પાઠવેલા પત્રના અંતમાં કરેલછે.

(10:22 am IST)