Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લાઠીમાં ગાંધીજીની પ્રતિમા તોડવાની ઘટના ઉપજાવી કાઢેલ હોવાનું ખુલ્યું

અમરેલી, તા., ૭: દિવસ પહેલા લાઠીના હરીકૃષ્ણ સરોવર પાસે મહાત્માને ગાંધીની મુર્તિને અસામાજીકોએ ખંડીત કર્યાની જાણ કરી આવેદનપત્ર પાઠવાયું હતું. જયા રાજકીય આગેવાનો અને ટોચના ઉદ્યોગપતિઓ સંકળાયેલ છે તેવા આ સ્થળનો વિકાસ લાઠીના દુધાળા ગામના વતની અને સુરતના ઉદ્યોગપતિ સવજીભાઇ ધોળકીયાના ટ્રસ્ટ દ્વારા કરાયો હતો.

દેશ આખો મહાત્માજીની ૧પ૦ મી જનમ જયંતી ઉજવી રહયો છે તેવા સમયે મહાત્માજીની પ્રતિમાને ખંડીત કરાતા અમરેલીના એસપી નિર્લિપ્ત રાય ચોંકી ઉઠયા હતા અને આઇપીએસ એએસપી શ્રી પ્રેમસુખ ડેલુ તથા એલસીબીના શ્રી કરમટા, શ્રી મોરી, એસઓજીના શ્ર મહેશ મોરી તથા લાઠના ર યશવંતસિંહ ગોહીલ સહીતની ટીમને કામે લગાડી અને તપાસ કરાવતા શ્રી નિર્લિપ્ત રાયના માર્ગદર્શન હેઠળ થયેલી તપાસમાં પ્રાથમીક દ્રષ્ટિએ જ આ મુર્તિ તોડવામાં ન આવી હોવાનું અને અકસ્માતે તુટી હોવાનું જણાતા એસએસએલની મદદ લેવાઇ હતી. આ દરમિયાન સોશ્યલ  મીડીયામાં સવજીભાઇ ધોળકીયા અંગત કનક નામના માણસ અને સ્થાનીક માણસ વચ્ચેની વાતચીતના વાયરલ થયેલા ઓડીયોએ વાત ચોખી કરી નાખી હતી કે તોડી  પાડવાની વાત ઉપજવી કાઢેલ છે.

 

(1:23 pm IST)