Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

લખતરના સવલાણા-ઝેઝરી ગામ સુધીના ડામર રોડનું લોકાર્પણ

લખતર તાલુકાના સવલાણા થી ઝેઝરી ગામ સુધીના પાકા ડામર રસ્તાનું લોકાર્પણ કરતાં દશાડા લખતર ના ધારાસભ્ય શ્રી નૌશાદભાઈ સોલંકી. આ પ્રસંગે લખતર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીઅજય સિંહ રાણા અને લખતર તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી શકિતસિંહ અને દસાડા તાલુકા કોંગ્રેસ પ્રમુખ શ્રી લાલાભાઈ પટેલ તેમજ તાલુકા પંચાયત સદસ્ય શ્રી હાર્દિકભાઈ પટેલ અને યુવા અગ્રણી શ્રી વિક્રમભાઈ રબારી તેમજ સવલાણા સરપંચ શ્રીઙ્ગ ચમનભાઈ પટેલ તથા લખતર તાલુકા યુવક કોંગ્રેસના પ્રમુખ શ્રી હિતુભા , શ્રી દ્યોધુભા દરબાર ,પાસ કન્વીનર શ્રી કમલેશભાઈ પટેલ અને રોડ વિભાગના અધિકારીઓ તેમજ મોટી સંખ્યામાં ગામ લોકોની હાજરીમાં યોજાયો હતો. (તસ્વીર : અહેવાલ : ફઝલ ચૌહાણ, વઢવાણ)

(1:18 pm IST)