Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઉપલેટામાં નાગરીકતા કાયદાના સમર્થનમાં ભાજપનું જનસંપર્ક

ઉપલેટા : શહેર ભાજપ દ્વારા સીએએના સમર્થનમાં વિશાળ જનસંપર્કનું ભવ્ય આયોજન કરાયુ હતુ તથા શહેર ભાજપના આગેવાનોએ વિવિધ વિસ્તારોમાં ફરી લોકોને સીએએ વિશે માહિતગાર કર્યા હતા અને લોકોનો પણ સારો પ્રતિસાદ મળેલ હતો. આ કાર્યક્રમમાં જીલ્લા ભાજપ પ્રમુખ ડીે.કે.સખીયા, પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઇ માકડીયા, નરશીભાઇ મુંગલપરા, માધવજીભાઇ પટેલ, હરૂભાઇ કાલાવડીયા, ચંદ્રપાલસિંહ જાડેજા, નિકુલભાઇ ચંદ્રવાડીયા સહિત ન.પા.ના સદસ્યો ભાજપના હોદ્દેદારો કાર્યકરો યુવા ભાજપના કાર્યકરો વગેરે મોટી સંખ્યામાં હાજર રહી ઢોલ નગારા સાથે વિવિધ વિસ્તારોમાં ફરી જનસંપર્ક કર્યો હતો (અહેવાલ : જગદીશ રાઠોડ, તસ્વીર : ભોલુ રાઠોડ, ઉપલેટા)

(12:01 pm IST)