Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઉનાના ક્રિષ્નન મહેતા અને મૃગનયની મહેતાને બ્રહ્મગૌરવ એવોર્ડ એનાયત

ઉના તા.૭ : ગાંધીનગર -અડાલજ ખાતેમાસ્ટર ક્રિષ્નન મહેતા અને કુમારી મૃગનયની મહેતા ને સંગીત ક્ષેત્રે બ્રહ્મ ગૌરવ એવાર્ડ -૨૦૨૦ થી સમ્માનિત કરવામાં આવ્યા હતા.

ગાંધીનગર અડાલજ મુકામે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ(રાજય કક્ષા ) મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટ-૨ અને બ્રહ્મ ગૌરવ એવોર્ડ ૨૦૨૦ યોજાઈ ગયો જેની અન્તર્ગત ઉના ના યુવા સંગીતકાર ભાઈ-બહેન માસ્ટર ક્રિષ્નન મહેતા અને કુમારી મૃગનયની મહેતા ને બ્રહ્મ ગૌરવ એવોર્ડ -૨૦૨૦ થી સમ્માનિત કરવામા આવ્યા હતા. આ ઉપરાંત અન્ય કેટેગરી ની કલા- સાહિત્ય - શિક્ષણ- તબિબિ- રાજનીતિ - તથા વિવિધ અને વિશિષ્ઠ ક્ષેત્ર પ્રતિભા વંત વિશિષ્ટ યોગદાન આપનાર બ્રાહ્મણ ના ભાઈ - ભગિની ઓ ને સમ્માનિત કરવા મા આવ્યા.આ સમ્માન સમારોહ પ્રસંગે વિવિધ ક્ષેત્ર ની વ્યકિતઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:57 am IST)