Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

સુરેન્દ્રનગર બ્રહ્મકુમારી કેન્દ્રનો એવોર્ડ

હળવદઃ માય ઇન્ડિયા ગ્રીન ઇન્ડિયા નામ થી સમગ્ર ભારતમાં વૃક્ષારોપણ અભિયાન ચલાવવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણનું જતન કરવાનો હતો પરંતુ પાછલા દ્યણા વર્ષ થી વૃક્ષો કપાતા હોવાથી પર્યાવરણને પોતાનું બેલેન્સ ગુમાવી દીધું હતું ત્યારે આવા સમયે કેન્દ્ર સરકાર પર્યાવરણ નું જતન કરવા અર્થાગ પ્રયત્નો કરી રહી છે સાથે સાથે બ્રહ્માકુમારીઝ સંસ્થા ની સોશિયલ વિંગ પણ ખૂબ સક્રિય રીતે ભારત સરકારની સાથે સહાય રૂપ બની છે ત્યારે રાજય ના વિવિધ બ્રહ્માકુમારીઝ કેન્દ્રો દ્વારા જે તે વિસ્તારો યોજાયેલ વૃક્ષારોપણ કાર્યક્રમમાં સુરેન્દ્રનગર બ્રહ્માકુમારીઝ કેન્દ્રએ પ્રથમ નંબર પ્રાપ્ત કરતા દેશ ના એક માત્ર બ્રહ્માકુમારીઝ સંસ્થાના વડા મથક આબુ ખાતે યોજાયેલા એક સમારંભ માં સુ.નગર કેન્દ્રના સંચાલિકા બી.કે હર્ષાબેનને સન્માનિત કરી એવોર્ડ અપાયો હતો. તે તસ્વીર.

(11:49 am IST)