Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ઉપલેટા પીપલ્સ ક્રેડીટ સોસાયટીના ચેરમેનપદે સિનીયર એડવોકેટ છગનભાઇ સોજીત્રાની નિમણુંક

ઉપલેટા તા.૭ : શહેરમાં ગરીબ અને મધ્યમ વર્ગ માટે આશિર્વાદ સમાન ઉપલેટા પીપલ્સ ક્રેડીટ કો.ઓ. લી.ની પાંચ વર્ષની મુદત પુરી થતા યોજાયેલ ડીરેકટરોની ચુંટણીમાં ચેરમેન તરીકે પુર્વ ધારાસભ્ય અને સિનીયર એડવોકેટ છગનભાઇ સોજીત્રા બિનહરીફ પાછી નિમણુંક કરાઇ હતી.

જયારે કિશનભાઇ ગજેરા, વલ્લભભાઇ સખીયા, હરિભાઇ ઠુંમર (ભોલે), મુકેશભાઇ ડોબરીયા, રમણીકભાઇ સુતરીયા, કિરીટભાઇ રાણપરીયા, દિગેશભાઇ સોજીત્રા, પરેશભાઇ ઉચદડીયા, પી.જી.કુંભાણી, મનસુખભાઇ સોજીત્રા જયારે મહિલા પ્રતિનિધિમાં પ્રભાવતીબેન મુરાણી, હેમલતાબેન મુંગલપરા બિનહરીફ ચુંટાયા હતા.

ત્યારબાદ હોદ્દેદારોની વરણી માટે મંડળીના સભાખંડમાં મળેલ મીટીંગમાં વાઇસ ચેરમેન તરીકે કે.ડી.ગજેરા અને એમ.ડી.પી.જી. કુંભાણી ચુંટાયા હતા જયારે નિયમ મુજબ કિશોરભાઇ ભાદરકા, કેતનભાઇ બારૈયા અને વિઠ્ઠલભાઇ સોજીત્રાની ચુંટાયેલી બોર્ડ દ્વારા નિમણુંક કરાઇ હતી. નવનિયુકત ચેરમેન છગનભાઇ સોજીત્રાએ જણાવેલ કે આગામી દિવસોમાં મંડળીમાં વધારે સભાસદોની નોંધણી અને મંડળી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગને લાભ થાય તેવા નિર્ણયો કરાશે.

(11:48 am IST)