Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ન્યારા ગામે રણછોડદસજી મહારાજશ્રીની પધરામણીના ૧૦૦ વર્ષની ભવ્ય ઉજવણીઃ ન્યારા ગામ સાથે બાપુનો અનેરો નાતો

સંતો, મહંતોની હાજરીમાં ન્યારા અને આજુ બાજુના ગામના લોકોએ લાભ લીધો

રાજકોટ તા. ૭ :.. પ.પૂ. સદ્ગુરૂ સ્વામી ૧૯૧૯ માં ન્યારા ગામની ધરતી ઉપર પાવન પધરામણી કરીને ન્યારા તથા આજુ બાજુના ગામને ધન્ય કરી દીધું છે. તેના ૧૦૦ વર્ષનાં મંગલ પ્રવેશને ધન્યથી ધન્ય તા. ૧૪-૧ર-ર૦૧૯ ને શનીવારથી તા. ર૩-૧ર-ર૦૧૯ સોમવાર સુધી ૧૦ દિવસ સુધી શ્રી સદ્ગુરૂ સ્વામી હરીચરણદાસજીબાપુની ઉપસ્થિતિમાં ધામેધુમે ઉજવણી થઇ હતી.

સવારના  સત્રમાં અખંડ રામાયણના સમુહ પાઠ તથા બપોર પછીન સત્રમાં શ્રી દેવી ભાગવત સપ્તાહ જ્ઞાનયન. સવારના સત્રમાં કથા દરમ્યાન આવતા તમામ ઉત્સવ ધામેધુમે ઉજવાયા હતા તથા બપોરના સત્રમાં આવતા ઉત્સવ ધામેધુમે ઉજવણી થઇ હતી તથા કથા દરમ્યાન રોજ રાત્રે જુદા જુદા કલાકારોને બોલાવી સાંસ્કૃતિક કાર્યક્રમ રાખ્યા હતાં.

આ કાર્યકમ દરમ્યાન ન્યારા ગામના ભાઇઓ તથા બહેનો તથા આજુબાજુના ગામના લોકો તથા સદ્ગુરૂ પરીવારના ભાઇઓ તથા બહેનોએ ઉત્સાહપૂર્વક લાભ લીધો હતો. દરેક પ્રોગ્રામમાં બાપુ પધારીને ચાર ચાંદ લગાડી દીધો હતો. સવારના નાસ્તો, ચા-દૂધ-કોફી, બપોરના ભાગે મહાપ્રસાદ, બપોરનાા સમયે ચા-દૂધ-કોફી, રાત્રીના ભગે મહાપ્રસાદ, રાત્રીના કાર્યક્રમમાં નાસ્તો, ચા-દૂધ-કોફી ન્યારા આશ્રમે સુંદર વ્યવસ્થા કરેલ હતી. સવારથી રાત્રી સુધી ન્યારા ગામના  ભાઇઓ તથા બહેનોએ સેવા સુંદર મજાની વ્યવસ્થા કરેલ હતી. ન્યારા ગામને ચાર ચાંદ લગાવી દીધા હતાં. તથા બહારગામથી ખાસ પધારેલા સંતો - ઋષિકેશ અયોધ્યા, કર્ણપ્રયાગ, ગોરા, પાડુંકેશ્વર, ઇન્દોર, ગોંડલ, વાંકાનેર, કાશી પધારીને અમારા ઉત્સાહમાં અનેકગણો ભાવ વધારી દિધેલ હતો તથા ન્યારા ગામને ચાર ચાંદ લગાવી દીધેલ હતાં.

આવનાર આગામી ઉત્સવ ર૦રપ માં પૂ. સદ્ગુરૂ સ્વામી રણછોડદાસજી બાપુની પ્રથમ તસ્વીર (ફોટો) શ્રી જેરામભાઇ દેવશીભાઇ માનસતાની અતી લાગણી માગણી  કરતા બાપુનુ ન્યારા હાસ્ય કરીને ભવિષ્યમાં બધા જ ઘરમાં, દુકાનમાં, ઓફીસમાં, મંદિરોમાં રાખી પુજા પાઠ કરી શકે એટલે પૂ. શ્રી સદ્ગુરૂ સ્વામી રણછોડદાસજીબાપુ (હા) પાડતા ન્યારા ગામના ભાઇઓ-બહેનો-વૃધ્ધો આ વાત વાયુવેગે પ્રસરી જતા બધા જ ભેગા થઇને બાપુનો જયજયકાર બોલાવી દીધો હતો. ફોટોગ્રાફરને બોલાવી ફોટો પડાવેલ હતો. તે જ ફોટો બાજુના મંદિરમાં બાપુ બધાને હાસ્ય સાથે આશીર્વાદ દે જે ભુતકાળમાં માનું મંદિર આજે ન્યારા આશ્રમ તરીકે પ્રખ્યાત છે તથા સવારે દૂધ, બપોરે મહાપ્રસાદ તથા બપોરે ફ્રુટ, રાત્રે દૂધનો રોજ ભોગ ભગવાનને ધરાવામાં આવે છે.

આશ્રમમાં પ્રસંગોમાં બહારગામથી પધારેલા સંતો, મહંતો, ગુરૂ પરિવારના ભાઇઓ તથા બહેનોને ઉતારાની વધુ વ્યવસ્થા માટે આગામી ર૦રપ માં ભવ્યથી ભવ્ય રીતે ઉજવો તેમ ટ્રસ્ટીગણ તથા સ્થાપક કમીટીને નકકી કરે છે તો બાપુને વાત કરતા આજ્ઞા આપેલ છે. ફોટાને મંદિર ૧૦૦ વર્ષ થતા શ્રી સદ્ગુરૂ ધ્યાન મંદિર તથા ગૌવકણેશ્વર મંદિરનો જીર્ણોધ્ધાર કરવો તથા બાપુની આજ્ઞા અનુસાર ધાર્મિક ઉત્સવ ઉજવો તથા નવા ટોયલેટ બ્લોક ભાઇઓ તથા બહેનો માટે અલગ બનાવવા તથા તેની ઉપર આવનાર સંતો માટે નવા ૧૦ રૂમ એટેચ્ડ ટોયલેટ-બાથ તથા ફર્નીચરવાળા બનાવવા તથા બાપુ સાંજની ધર્મસભામાં આ વાત કરતા બધા જ તાલીના ગડગડાટથી વધાવી લીધેલ છે. તા. ૧૪-૧-ર૦૧૯ ને રવિવારે શુભ ચોઘડીયે શ્રી સદ્ગુરૂ ધ્યાન મંદિરની અંદર પૂ. ગુરૂદેવની સાનિધ્યમાં બાપુની આજ્ઞા અનુસાર શ્રી રાજુભાઇ માનસાતા તથા ઘરના સભ્યોએ લાભ લીધો.

સંતો, મહંતો તથા ટ્રસ્ટીગણ તથા સ્થાપક કમીટીના સભ્યોએ બાપુના આશીર્વાદ પ્રવચનમાં આ જીર્ણોધ્ધાર તથા બાંધકામમાં દરેક ગુરૂ પરિવારના ભાઇઓ તથા બહેનો આ ભગીરથ કામમાં તન-મન-ધન થી સેવા કરીને તકતીમાં નામ લખાવીને સહુ સહભાગી થાય તેવા આશીર્વાદ આપેલ હતાં.

બીજુ અગાઉ અમારા બધા જ બાંધકામમાં અત્યાર સુધી શ્રી જીતુભાઇ ચતવણીએ તન- મન-ધનથી સેવા આપેલ હતી. પણ તેમનું દુઃખવ અવસાન થવાથી આજે તેની મોટી ખોટ કયારેય ભુલાઇ શકાય નહી તેવી વર્તાઇ રહી છે.

હાલના ટ્રસ્ટમાં રમેશભાઇ કારીયા (પ્રમુખ), રાજુભાઇ માનસાતા (મેનેજીંગ ટ્રસ્ટી), ભાવેશભાઇ પાબારી (ટ્રેઝરર), હરગોવિંદભાઇ બગડાઇ (ટ્રસ્ટી), દિલીપભાઇ તન્ના (ટ્રસ્ટી), વિનુભાઇ માનસાતા (ટ્રસ્ટી), રાજુભાઇ નથવાણી (ટ્રસ્ટી), સેવા આપે છે.

લીગલ એડવાઇઝર તરીકે શ્રી લલીતસિંહ શાહી (એડવોકેટ), શ્રી ચંદ્રકાંતભાઇ દક્ષિણી (એડવોકેટ) તથા ઓડીટર શ્રિ એમ. એમ. ઠક્કર સેવા આપે છે.

ન્યારા સ્થાનિક કમીટી : રમેશભાઇ પીપળીયા, મગનભાઇ સાવલીયા, અરવિંદભાઇ સાવલીયા, ખોડાભાઇ ઝાલાવાડીયા, મહેશભઇ પીપળીયા, છગનભાઇ પીપળીયા, કેતનભાઇ ઝાલાવડીયા, પ્રવિણભઇ માનસાતા, ઘનશ્યામભાઇ પીઠડીયા વગેરે સેવા આપે છે.

(11:47 am IST)