Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

ગોંડલ પોલીસ સ્ટેશનમાં લોક દરબારઃ આવારા તત્વોની રંજાડ-ટ્રાફિક મુદ્દે રજુઆત

ગોંડલ,તા.૭: ગોંડલ શહેરમાં છેલ્લા એક સપ્તાહથી આવારા તત્વો અને અસામાજીક પ્રવૃતિઓને લઈ આવેદનોનો સિલસિલો શરૂ થયો હોય જે અંગે સિટી પોલીસ મથકે ડીવાયએસપી, વિવિધ સમાજના આગેવાનોની હાજરીમાં લોક દરબાર યોજાયો હતો અને પોલીસ કાર્યવાહીથી લોકોએ સંતોષ વ્યકત કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ શહેરના વોરાકોટડા રોડ પર આવેલ આવાસ યોજના કવાર્ટરમાં અસામાજિક પ્રવૃત્ત્િ।ઓ અને આવારા તત્વોની રંજાડ અંગે આવેદનપત્ર અપાયા બાદ પણ ડીવાયએસપી ઝાલા, સીટી પીઆઇ રામાનુજ, એલસીબી પી.આઈ રાણા દ્વારા સિટી પોલીસ મથક ખાતે લોક દરબાર નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં માર્કેટીંગ યાર્ડના ચેરમેન ગોપાલભાઈ શિંગાળા, પાલિકાના સદસ્ય રાજેન્દ્રસિંહ જાડેજા, મુસ્લિમ સમાજના અગ્રણી સલીમભાઈ ચૌહાણ, ફતેહ મહંમદ નૂરસુમાર, આસિફભાઈ ઝકરિયા, કાપડના વેપારી અગ્રણી સલીમભાઈ, વિશ્વ હિન્દુ પરિષદના ધર્મેશભાઈ રાજાણી, બજરંગ દળ હિરેનભાઈ ડાભી તેમજ સદસ્યો ઉપરાંત શહેરના વિવિધ આગેવાનો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને આવાસ યોજના કોર્ટમાં ચાલતી ગેરકાનૂની પ્રવૃત્ત્િ। તેમજ શહેરમાં આવારા તત્વોની રંજાડ અને ટ્રાફિક સમસ્યા અંગે ધારદાર રજૂઆત કરવામાં આવી હતી.

આ તકે ડીવાયએસપી ઝાલાએ જણાવ્યું હતું કે શહેરમાં શંકાસ્પદ જણાતી જગ્યા એ જિલ્લાભરની વિવિધ પોલીસ ટીમ દ્વારા કોમ્બીંગ હાથ ધરવામાં આવ્યું છે ગેરકાનૂની પ્રવૃત્ત્િ। કે આવારા તત્વોની રંજાડ સાંખી લેવાશે નહીં પોલીસ દ્વારા કાયદાનું ભાન કરાવવામાં આવશે જ લોક દરબારમાં હાજર આગેવાનોએ પોલીસની કાર્યવાહીથી સંતોષ વ્યકત કર્યો હતો અને ઉલ્લેખ કર્યો હતો કે આગામી દિવસોમાં ગોંડલ આવતા મુખ્યમંત્રી સામે કાળા વાવટા ફરકાવવા નો કાર્યક્રમ રદ કરાયો છે અને પોલીસ ની કાર્યવાહી થી સંતોષ હોવાનું અંતમાં જણાવ્યું હતું.

(11:46 am IST)