Gujarati News

Gujarati News

News of Tuesday, 7th January 2020

છોડવડી ગામના ૧૦૩ લોકો અમેરિકા સ્થાયી થયા છે

નાના રાદળીયા પરીવાર દ્વારા બે નૂતન પ્રવેશદ્વારના ઉદ્ઘાટન સમારોહમાં વિશાળ શોભાયાત્રા સાથે અઢારે વરણ સાથે ભોજન મહાપ્રસાદ લીધોઃ લોકડાયરો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયા : અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ બીલ કિલન્ટન સાથે પ્રેસિડેન્ટ કમિટીમાં મેમ્બર તરીકે ગુજરાતના નાના એવા ગામના ખેડૂત પુત્ર જય પટેલ એ ગુજરાતનું નામ રોશન કર્યુઃં સુરતના રતિભાઈ પરિવારના આયોજનને માન આપી ૪૫ જેટલા એન.આર.આઇએ હાજરી આપી

ધોરાજી,તા.૭:  ભેસાણ તાલુકાના છોડવડી ગામ આજે વિશ્વના ફલક ઉપર રોશન થયું હોય તેવું નાના એવા છોડવડી ગામ માં રાદડીયા પરિવાર વતનપ્રેમ બતાવી બે નૂતન પ્રવેશદ્વારના ઉદ્ઘાટન સમારોહમાં વિશાળ શોભાયાત્રા સાથે ગામના અઢારે વર્ણ સાથે ભોજન મહાપ્રસાદ લઇ છોડવડી ગામ ની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ અર્પણ કરી તેમજ વતન પ્રેમ ને ધ્યાનમાં રાખી છોડવડી ની પ્રાથમિક શાળા હાઇસ્કુલ ની અંદર કોમ્પ્યુટરનું દાન આપી વતન પ્રેમ દર્શાવતા અને રાત્રીના ભવ્ય સાંસ્કૃતિક  લોક ડાયરો યોજી લોકોને ડોલાવી દીધા હતા આ પ્રસંગે સમગ્ર સૌરાષ્ટ્ર ભરમાંથી રાજકીય તેમજ સામાજિક ક્ષેત્રના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ભેસાણ તાલુકાના છોડવડી ગામ ખાતે વર્ષો પહેલા રહેતા નરસીભાઇ લીલાભાઈ રાદડિયા જે ખેડૂત પુત્ર હતા અને તેમના સંતાનો ખેતીકામ સાથે અભ્યાસ કરી અને પોતાનું ગુજરાન ચલાવતા હતા આજે આ રાતડીયા પરીવાર ના માધ્યમથી છોડવડી ના નાના એવા ગામમાં થી અભ્યાસ પ્રાપ્ત કરી અમેરિકાની સફર સુધી એક જ પરિવારના ૪૫ લોકો આજે અમેરિકાના નાગરિક બની ચૂકયા છે ત્યારે વતન પ્રેમ ને ધ્યાનમાં રાખી સ્વ સંતોકબા માતુશ્રી તથા સ્વ નરસિંહ બાપા રાદડિયાના સ્મરણાર્થે ૨ નૂતન પ્રવેશ દ્વાર બનાવી ગામમાં પ્રવેશ કરતા લોકોને આવકારવા માટે આયોજન કરેલ જેના દાતાશ્રી હાલમાં સુરત ખાતે રહેતા રતિભાઈ નરસિંહભાઈ રાદડિયા તેમના પરિવાર દ્વારા બે નૂતન પ્રવેશદ્વારનું આયોજન કરી લોકાર્પણનો કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં જુનાગઢ નગરપાલિકાના મેયર ધીરુભાઈ ગોહિલ સુરત મહાનગરપાલિકાના પૂર્વ મયેર કનુભાઈ માવાણી જિલ્લા ભાજપ પ્રમુખ જૂનાગઢના કિરીટભાઈ પટેલ મહિલા આયોગના ચેરમેન જયોતિબેન વાછાણી જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ ગાજીપરા એડવોકેટ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ સુરત ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ બાબુભાઇ કથીરિયા છોડવડી સુરતના બિલ્ડર જેન્તીભાઈ ત્રાડા ભેસાણ ના સરપંચ ભુપતભાઇ ભાયાણી રાદડીયા પરિવાર ના પ્રમુખ બાબુભાઈ રાદડિયા છોડવડી ના અગ્રણી વલ્લભ ભાઇ ઠુંમર બાબુ ભાઈ કથીરિયા છોડવડી ના સરપંચ રમેશભાઈ કોઠીયા વીગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા

બે પ્રવેશદ્વારના ઉધ્દ્યાટન સમારોહમાં દાતાશ્રી રતિલાલ નરસિંહભાઈ રાદડિયાએ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ કે આજે પૂછીપુજય અમારા માતૃશ્રી સંતોકબા અને પૂજય પિતાશ્રી નરસિંહ બાપાના સ્મરણાર્થે બે પ્રવેશદ્વારનું નિર્માણ કરેલ જેમાં સમગ્ર છોડવડી ગામના ગ્રામજનોએ સહકાર આપ્યો છે. રતિભાઈ રાદડિયાની ૭૦ મી વર્ષગાંઠની પણ ઉજવણી કરવામાં આવી હતી

આ પ્રસંગે જૂનાગઢના મેયર ધીરુભાઈ ગોહેલ એન્ અને જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલ એ નરસિંહબાપા રાદડિયા અને રાદડીયા પરિવાર રતિભાઈ રાદડિયા જીવનભાઈ રાદડિયા (જય પટેલ) અમેરિકા બાબુભાઈ રાદડિયા નાનજીભાઈ રાદડિયા રમણીકભાઈ રાદડિયા રતીભાઇ રાદડિયા વિનોદભાઈ રાદડિયા વિગેરે રાતડીયા પરીવાર જે પ્રકારે છોડવડી ગામ માંથી એક સામાન્ય ગરીબ પરિવારમાંથી વિશ્વની ફલક ઉપર પહોંચ્યા પછી પણ નાના એવા છોડવડી કે આજે નાનું એવું છોડવડી ગામ જે વિશ્વના ફલક ઉપર પહોંચ્યું છે તેમાં પૂજય પિતાશ્રી નરસિંહ બાપા તથા પૂજય માતૃશ્રી સંતોકબા ના આશીર્વાદથી રાદડીયા પરિવાર ના ૪૫ જેટલા સભ્યો અમેરિકામાં સ્થાયી થયેલ છે અને અમેરિકાના નાગરિક પણ બન્યા છે એ કોઈ નાનીસૂની વાત નથી વડીલ બંધુ જીવનભાઈ નરસિંહભાઈ રાદડિયા જેઓ અમેરિકાની અંદર જય પટેલ તરીકે ઓળખાય છે તેઓએ પણ ઉચ્ચ અભ્યાસ પ્રાપ્ત કરી અમેરિકાની અંદર તત્કાલ રાષ્ટ્ર પ્રમુખ બીલ કિલન્ટન ની સરકારમાં પ્રેસિડેન્ટ કમીટી મેમ્બર તરીકે સ્થાન પામ્યા હતા અને અમેરિકન સરકાર ની અંદર વોટર મેનેજમેન્ટ થી માંડીને અનેક મહત્વના કાર્યો પણ તેમણે કર્યા હતા જે આજે તેમના માધ્યમથી સમગ્ર દેશમાં ભારતનું નામ પણ અમેરિકાની અંદર રોશન કર્યું હતું

જય પટેલ જયારે ભારત આવ્યા ત્યારે વતન પ્રેમની યાદ કરી તેઓએ પણ છોડવડી ગામ નો વિકાસ માટે હાઈસ્કૂલ અને શાળામાં કોમ્પ્યુટર નું દાન આપી અને છોડવડી ના વિકાસ બાબતેઙ્ગ પણ ચિંતા કરી હતી આજે નૂતન પ્રવેશ દ્વાર અને તમામ શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટ આપી અને છોડવડી ગામ ના અઢારે અઢાર વર્ણ એકસાથે ભોજન લઇ અને જ્ઞાતિ-જાતિના ભેદભાવ વગર રાદડીયા પરિવાર દ્વારા જે પ્રકારનું આયોજન કર્યું છે.

રતિભાઈ રાદડિયાએ વધુમાં જણાવેલ કે નાના એવા છોડવડી ગામ માંથી આજે ૧૦૩જેટલા લોકો અમેરિકાના નાગરિક બની ચૂકયા છે જેમાં ૧૮ ડોકટરો તેમજ ૮૫ એન્જિનિયર અમેરિકામાં નોકરી કરી રહ્યા છે જે જૂનાગઢ જિલ્લાના ખોબા જેવડા છોડવડી ગામ ની યશસ્વી કામગીરી જોવા મળી રહી છે

રાત્રિના ભવ્ય સાંસ્કૃતિક સમારોહમાં હાસ્ય કલાકાર ધીરુભાઈ સરવૈયા લોકગાયિકા ઉર્વશીબેન રાદડિયા કુમનભાઈ પટેલનો લોક ડાયરો યોજાયો હતો

ત્રિવિધઙ્ગ સમારોહને સફળ બનાવવા માટે રાદડીયા પરીવાર ના રતિલાલ નરસીભાઇ રાદડિયા શ્રીમતી મંજુલાબેન રતિલાલ રાદડિયા સંદીપભાઈ રતિલાલ રાદડિયા જાગૃતીબેન સંદીપભાઈ રાદડિયા સંજય નરસીભાઇ ડુંગરાણી ઓમ શાંતિ ભાઈ રાદડીયા સોનલબેન સંજયભાઈ ડુંગરાણી શિવાન સંજયભાઈ પટેલ તેમજ જીવનભાઈ રાદડિયા જય પટેલ નાનજીભાઈ રાદડિયા રમણીકભાઈ રાદડિયા રતિલાલ રાદડિયા વિનોદભાઈ દેવરાજભાઈ રાદડિયા રમેશભાઈ રાદડિયા રાજેશભાઈ રાદડિયા દિનેશભાઈ રાદડિયા જયેશભાઇ રાદડીયા ભરતભાઈ રાદડિયા ધર્મેન્દ્ર ભાઈ રાદડીયા સંદીપભાઈ રાદડિયા નીલકંઠ રાદડિયા તેમજ લતાબેન જીવનભાઈ રાદડિયા રળિયાત બેન બાબુભાઈ રાદડિયા રાધા બેન રાદડિયા નંદુ બેન રાદડિયા મંજુલાબેન રાદડિયા નીલાબેન વિનોદભાઈ રાદડિયા પ્રવિણાબેન રાતડીયા મધુબેન રાદડિયા નીતાબેન રાદડિયા રતનબેન રાદડિયા કિરણબેન રાતડીયા અવનીબેન ધર્મેન્દ્ર ભાઈ રાદડીયા જાગૃતીબેન સંદીપભાઈ રાદડિયા અક્ષય જીવનભાઈ રાદડિયા વિગેરે રાતડીયા પરીવાર ના ૪૫ જેટલા અમેરિકાથી આવેલા મહેમાનો એ પણ જહેમત ઉઠાવી હતી.

કાર્યક્રમનું સંચાલન ભુપતભાઇ ભાયાણી કરેલું હતું.

(11:45 am IST)