Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

બાબરાના ચરખા ગામે માલધારીનો હોબાળો : ગૌચરની જમીન કંપનીને ફાળવી દેવાતા વિરોધ :કામ અટકાવ્યુ

માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે આ જમીન પર પહોંચ્યા

 

અમરેલી :જિલ્લાના  બાબરા તાલુકાના ચરખા ગામે માલધારીઓએ હોબાળો કર્યો હતો  ચરખા ગામની ગૌચરની જમીન જેટકો કંપનીને ફાળવી દેતા માલધારીઓએ વિરોધ કર્યો હતોએવું કહેવાય છે કે આશરે 46 હજાર ચોરસ મીટર જમીન જેટકો કંપનીને કલેકટરે ફાળવી દીધી છે

  બીજીતરફ  અંગે ચરખા ગ્રામ પંચાયતે જમીન ગૌચરની હોવાથી ફાળવી શકાય તેવો મત વ્યકત કર્યો છે. જેથી માલધારીઓ તેમના હજારો પશુઓ સાથે જમીન પર પહોંચી ગયા હતા. અને જેટકો દ્વારા શરૂ કરાયેલુ કામ અટકાવાની કોશિષ કરી હતી કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે ઉચ્ચ પોલીસ અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

(9:01 pm IST)