Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગીરધર છરી સાથે અને લાલજી દારૂ પી બાઇક હંકારતા પકડાયો

જીતેશ ઉર્ફ જીતેન્દ્રને દેશી દારૂ સાથે પકડી લેવાયો

રાજકોટ તા. ૭: જીલ્લા ગાર્ડન પાસે સોરઠીયા પ્લોટ-૭માં રહેતો ગીરધર ભલાભાઇ રત્નોતર (ઉ.૪૦) જુની જેલના પટમાં છરી સાથે મળી આવતાં એ-ડિવીઝનના પીએસઆઇ વી. એમ. ડોડીયાએ ધરપકડ કરી હતી.

જ્યારે રૈયાધાર દશામાના મંદિર પાછળ રહેતો લાલજી નગીનભાઇ ચોૈહાણ (ઉ.૨૨) દારૂ પી બાઇક નં. જીજે૩એએમ-૨૨૦૨ હંકારીને રૈયા રોડથી ડ્રીમસીટી તરફના રસ્તા પર નીકળતાં પીએસઆઇ એમ. વી. રબારીએ પકડી લીધો હતો. જ્યારે આ રસ્તા પરથી જ રૈયાધાર રાધેશ્યામ ગોૈશાળા નજીક રહેતાં જીતેશ ઉર્ફ જીતેન્દ્ર જાદવભાઇ આલીખા ભીલને રૂ. ૧૦૦ના દારૂ સાથે પકડી લેવાયો હતો. (૧૪.૧૦)

(4:32 pm IST)