Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

માળીયા હાટીનાથી પદયાત્રાઃ માળીયા હાટિના

જલારામ મંદિરના જલારામ મહિલા મંડળની બહેનો અમાશના પવિત્ર દિવસે જલારામ મંદિરેથી ધૂન બોલતા બોલતા બપોરે ત્રણ વાગે પગપાળા ચાલીને તાલુકાના આકલાં ગામે પ્રખ્યાત લીમડા વારા હનુમજી મહારજના દર્શન કરવા બાર  કિલોમીટર ચાલીને ગયા હતા જય હો રામ ભગવાનની જય જલારામ બાપાની જય હનુમાનદાદાની જય બોલતા બોલતા બે કલાકમાં આકાલાં ગામે પહોંચીને મહારાજની શીશ નમાવી પગે લાગીને ધૂન અને રાસની રમઝટ બોલાવી હતી. આંકાલાના બહેનોએ અને ગામલોકોએ સ્વાગત કરીને બિરદાવ્યા હતા અને લીમડા વારા હનુમાનજી મહારાજના પરચની વાતો જાણી હતી. પદયાત્રામાં જોડાયેલ બહેનોની તસ્વીર.(તસ્વીરઃમહેશ કાનાબાર.માળીયા હાટીના)(૨૩.૩)

(12:16 pm IST)