Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

ગારીયાધારની વાવ ચોકડી પાસે અકસ્માત : માતા-પુત્રી-પુત્ર ઇજાગ્રસ્ત

છોટા હાથી અનેસ્પ્લેન્ડર વચ્ચેસર્જાયેલ અકસ્માત બાદ ઇજાગ્રસ્તોને સરકારી હોસ્પિટલ ખાતે સારવારમાં ખસેડાયા

ગારીયાધાર તા ૭ : શહેરના હાર્દસમા વાવ પ્લોટ વિસ્તારની ચોકડી  પાસે  ટુવ્હીલર અને છોટાહાથી વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં  ટુેવ્હીલર સવાર માતા-પુત્ર અને પુત્રીને ગંભીર ઇજાઓ થવા પામી હતી.

પ્રાપ્ત થતી વિગતો અનુસાર ગારીયાધાર ના વાવ પ્લોટ વિસ્તાર ચોકડી ઉપર  છોટાહાથી જેવું વાહન જીને-૦૪-૯૫૯૬ અને ટુ વ્હીલર સ્પ્લેન્ડર વાહન નં. જીજે-૦૪-ડીઇ-૫૪૩ વચ્ચે ૩.૧૫ બપોરે ગંભીર અકસ્માત થવા પામ્યો હતો, જેમાં ટુવ્હીલર વાહન સવાર પુત્ર દર્શન (ઉ.વ.૧૬), આશાબેન દિલીપભાઇ પરમાર (ઉ.વ.૩૫) અને પુત્રી શ્રુતિ ઉર્ફે (ટીનુ) (ઉ.વ.૧૩) ને હાથ, પણ અને માથના ભાગે ગંભીર ઇજાઓ થવા પામી હતી.

જેને ૧૦૮ ના ઇએમટી જીતેન્દ્ર વાઘેલા અને પાઇલોટ ચેતનસિંહ ગોહિલ તાત્કાલીક પહોંચી ગારીયાધાર સી.એચ.સી. ખાતે સારવાર માટે લઇ જવાયા હતા. જયાં તેમને ગંભીર ઇજાઓ જણાતા સારવાર માટે ભાવનગર સકારી હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા.

ઘટનાની જાણ થતાં ગારીયાધાર પોલીસ પણ તાબડતોબ પહોંચી હતી, જેમને છોટાહાથી જેવા વાહનના ચાલક દશરથભાઇ પોપટભાઇ મુંજપરા, રૂપાવટી ના ગારી. ને પોલીસ મથકે લઇ જઇ તેમની સામે કાર્યવાહી હાથ ધરી હતી. (૩.૫)

(12:02 pm IST)