Gujarati News

Gujarati News

News of Monday, 7th January 2019

આલે... લે... ગારીયાધારના ચિફઓફિસરે રજુઆતકર્તાઓને કહ્યું'' મારી પાસે સતા નથી

ગારીયાધાર તા ૭ :  શહેરનાજુના બેલા રોડ વિસ્તારના રહીશો દ્વારા છેલ્લા પાંચ વર્ષથીનિર્માણ થતા બ્રીજની રજુઆત, સ્ટ્રીટલાઇટની રજુઆતો અને બીજી અનેક સમસ્યાના પ્રશ્નો લઇને ન.પા. કચેરી ખાતે કોંગ્રેસના સદ્સ્યો સાથે દોડી આવ્યા હતા. પરંતુ ગારીયાધાર ચિફ ઓફિસર દ્વારા આ તમામ મામલે તેમની પાસે કોઇપણ પ્રકારની સતા ન હોવાનું કબુલીને પ્રમુખ પાસે સત્તા હોવાનું જણાવ્યું હતું. પ્રજાની વચ્ચેતેમના પ્રશ્નો લઇને આવેલા કોંગ્રેસના સદ્સ્યો ભારે ભોઠપમાં મુકાયા હતા. (૩ે.૭)

(11:58 am IST)