Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોની 14-14 ટેબલોમાં થશે મતગણતરી.

8મીએ ઘુંટુ પોલીટેક્નિક કોલેજ ખાતે મતગણતરીની પ્રક્રિયા હાથ ધરાશે

મોરબી જિલ્લાની ત્રણેય બેઠકોનું 69 ટકા જેવું સરેરાશ મતદાન થયું હતું. ત્રણ બેઠકમાંથી કોણ જીતશે અને કોણ હારશે તેની દિલધડક ઉત્તેજનાનો અંત 8મી ડિસેમ્બરે આવી જશે. મોરબી જિલ્લાના 69 ટકા મતદાતાઓએ આપેલો જનાદેશ 8મીએ સ્પષ્ટ રીતે જાહેર થશે.
મોરબી જિલ્લાની ત્રણ બેઠકોમાં મોરબી-માળીયા, ટંકારા-પડધરી અને વાંકાનેર કુવાડવા બેઠકની ચૂંટણીનું પરિણામ 8 ડિસેમ્બરે જાહેર થશે. જેમાં આ ત્રણેય બેઠકની મત ગણતરી એક જ સ્થળ એટલે મોરબીના ઘુંટુ નજીક આવેલ સરકારી પોલી ટેક્નિક કોલેજ ખાતે થશે.પહેલા પેપર બેલેટથી મત ગણતરી થશે. ત્રણેય બેઠકનું અલગ અલગ બિલ્ડીંગમાં 14-14 ટેબલ ગોઠવવામાં આવશે. 21થી 22 રાઉન્ડ સુધી મતગણતરી કરવામાં આવશે  

   જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર જી. ટી. પંડ્યા,અધિક કલેકટર એન.કે.મૂછાર, ચૂંટણી અધિકારી એસ એમ.કાથડ, તેમજ 1200નો કાઉન્ટીગનો સ્ટાફ મતગણતરીમાં જોડાશે. જ્યારે મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસપીના માર્ગદર્શન હેઠળ બે ડીવાયએસપી,7 પીઆઇ, 15 પીએસઆઇ, પેરા મિલેટરી ફોર્સ સહિતનો 200 થી વધારાનો પોલીસનો સ્ટાફ બંદોબસ્તમાં જોડાશે.

(11:12 pm IST)