Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

મહિમા અપરંપરાઃ દત્ત જયંતી

ભાવનગર તા. ૬ :.. દત્ત એટલે ‘‘ દદાતિ તત્‍વ બોંધ જ્ઞાનસઃ દત્તા જે જ્ઞાનોપદેશ દ્વારા તત્‍વને બૌધ કરાવે એ દત્ત દત્ત તો સહજ સ્‍વરૂપ છે ‘‘ શુધ્‍ધમ અમૃત સહજ ધ્રુવમ'' મહર્ષિ અત્રી અને મહાસતિ અનસુયાનું ઋષિ પરંપરાયુકત ગૃહસ્‍થ જીવન તપ, સાધના અને સદાચારના ઓંઘરૂપ તેજસ્‍વી દંપત્તિને ત્‍યાં સદ્‌્‌ગુરૂ દત્ત પ્રગટે તેમાં આશ્વર્ય શેનુ?

મહર્ષિ અત્રિ અને મહાસતી અનસુયા એટલે એવાસ્ત્રી-પુરૂષ કે જે ત્રણે ગુર્ણોથી પર થઇ ઇર્ષા, રાગદ્વૈષ કલેશ રહિત નારી સાથે અસંગ અલિપ્ત ભાવે સા, શ્રી દ્રષ્‍ટા બનીને ત્‍યાગ, તપヘર્યા અને બલિદાનના ફુર્લોથી ગૃહસ્‍થ જીવનને સુશોભીત કરે જેથી એની ખુશ્‍બુ સદ્‌્‌ગુરૂને પ્રગટવા પ્રસન્‍ન કરી દે.

આનું નામ આત્‍મ શકિત કે જે કલ્‍યાણમયનું અવતરણ કરાવી શકે આમાં નિમિત્ત બનનાર દેવર્ષિ નારદ ને વંદન કે જેણે સદ્‌્‌ગુરૂનું દર્શન કરાવ્‍યું.

સત્તગુરૂનું પ્રાગટય સંધ્‍યા સમયે થયુ છે. જેથી રાત્રીના અંધકાર પૂર્વે જીવનમાં પ્રકાશ કરે અને અંધકાર ને પ્રગટવાની જગ્‍યા ન આપે એ પ્રાગટયનું રહસ્‍ય છે.

શ્રી સદ્‌્‌્‌ગુરૂ દત્તાપ્રેય સકલક લાવતાર, ત્રિશકિત-કૃપા ત્રિમૂર્તિ સ્‍વરૂપ ભવતારણકારણ દેહધરનાર ગુઢતત્‍વ જે ભકતોમાં સદ્‌્‌ગુર્ણોનું સર્જન કરી બ્રહ્મા અને રક્ષા પોષણ કરી વિષ્‍ણુ બને તેમજ ષડરિપુ ર્ઓ ર્નો સંહાર કરતા હોવાથી શિવરૂપ બને આમ એક સ્‍વરૂપે સુક્ષ્મથી ત્રણ કાર્યો કરતા હોવાથી કાર્ય ભેદને કારણે ત્રિમૂર્તિ તરીકે ઓળખવા માં આવે છે. ‘ગુર્રૂ મધ્‍યે સ્‍યિથા માતા માતૃ મધ્‍યે સ્‍થિર્તો ગુરૂઃ ગુરૂમાતા નમસ્‍તેહુ માતૃગુરૂનમા સામ્‍યહમ' દેવર્ષિ નારદ ને વંદન કે જેમણે સદ્‌્‌ગુરૂનું દર્શન કરાવ્‍યું.

આ લેખનઃ પૂ. મા મીનાદેવી સંતોષી માતાજી મંદિર મોવીયા

(10:40 am IST)