Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ઉપલેટા તાલુકા શાળાના મેદાનમાં વેબ સિરીઝનું શૂટિંગ

ઉપલેટા તા.૬: અગાઉ પણ ગુજરાતી ફિલ્મ તથા સિરીયલના શૂટિંગ થયેલા હોય અને ફરીથી તાલુકા શાળાના મેદાનમાં મુંબઇના કલાકારો સાથેનું એક યુનિટ વેબ સિરીઝનું શૂટિંગ શરૂ થતા તેને જોવા માટે લોકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. આ શૂટિંગ બે રાત્રીના કરવામાં આવેલ, જેમાં ૩૦૦થી ૩૫૦ માણસોના કાફલા સાથે સાંજે સાત વાવ્યાથી સવારના ૬ વાગ્યા સુધી શુટિંગ કરવામાં આવ્યું હતું. જેમાં બે હિરો અને એક હિરોઇન દ્વારા ભૂમિકા ભજવવામાં આવી હતી. આ શૂટિંગમાં અલગ અલગ પ્રકારના ચકડોળ, વિવિધ પ્રકારના સ્ટોલ, ખાણીપીણીની રેકડીઓ સહિતના ફલોટસ ઉભા કરવામાં આવ્યા હતા.

પહેલા પોરબંદરમાં પાંચ દિવસનું શૂટિંગ કરવામાં આવ્યું હતું. ઉપલેટામાં શૂટિંગ પુરૂ થયા બાદ રાજકોટ બાદ, અમદાવાદ ખાતે પણ શૂટિંગ કરવાના હોય બે વર્ષ પહેલા બનાવવામાં આવેલ ટ્રીપલીંગ વેબ સિરીઝની સફળતા બાદ આ ટ્રીપલીંગ-રનામની વેબ સિરીઝનું શૂટિંગ કરવામાં આવ્યું હતું.(૧.૯)

(12:40 pm IST)