Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટવાના કારણે ભાવનગરમાં જાહેરનામુ જારી

ભાવનગર તા.૬ : હાલમાં સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોય જે ધ્યાને લઇ ભાવનગર જિલ્લામાં જે પી.સી..એન્ડ પી.એન. ડી.ટી.એકટ અંતર્ગત રજીસ્ટર્ડ કલીનીક ખાતે સી.સી.ટી.વી.કેમેરા મુકવા અંગે જિલ્લા એડવાઇઝરી કમીટીની મીટીંગમાં થયેલ સુચના અનુસાર ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારાં પ્રી. કન્સેપ્શન એન્ડ પ્રિ-નેેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક મુજબ રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક માટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ હેઠળ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવા જાહેરનામુ બહાર પાડવા જિલ્લા એપ્રોપ્રીએટ ઓથોરીટી (પીસી એન્ડ પીએનડીટી) અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા દરખાસ્ત કરાતાં જાહેરનામું બહાર પાડવાનું જરૂરી જણાય છે.

આથી  ઉમેશ વ્યાસ (જી.એ. એસ.) અધિક જીલ્લા મેજિસ્ટ્રેટે ફોજદારી કાર્યરીતી અધિનિયમ ૧૯૭૩ (૧૯૭૪ નો બીજો અધિનિયમ) ના કાયદાની કલમ ૧૪૪ હેઠળ હુકમ કર્યો છ.ે કે ભાવનગર શહેર અને જિલ્લાના સમગ્ર વિસ્તારમાં પ્રી-કન્સેપ્શન એન્ડ પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટીક ટેકનીક અંતર્ગત રજીસ્ટર્ડ થયેલા તમામ કલીનીક ઉપર સીસીટીવી કેમેરા લગાવવા અને તેનો ડેટા ત્રણ માસ સુધી જાળવી રાખવાનો રહેશે આ હુકમ તા.૩૧/૧/ર૦૧૯ સુધી અમલમાં રહેશે. (૬.૧૩)

(12:34 pm IST)