Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

ધારી તાલુકામાં મનરેગા યોજના હેઠળ તાત્કાલીક કામ શરૂ કરવા માંગણી

ધારી તા.૬: ધારી તાલુકામાં અપુરતા વરસાદને કારણે કપરા દુષ્કાળની દારૂણ પરિસ્થિતીમાં ધારી તાલુકાનાં ગરીબ મજુર વર્ગના લોકો માટે તાત્કાલીક ધોરણે રોજીરોટી માટેની સુવિધા મનરેગા યોજના હેઠળ સમગ્ર તાલુકામાં રાહતકામો શરૂ કરાવવા માંગણી કરેલ છે.

અપુરતા પાણીને કારણે રવિ પાકોને લગતી મજુરી નહિવત હોય મજુર વર્ગને અન્ય કોઇ વિકલ્પ ના હોય ત્યારે તળાવો ઉંડા ઉતારવા, પાળા બાંધવા, ડેમો, અને ચેકડેમો ઉકરવા સહિતની કામગીરી આ યોજના હેઠળ કોઇપણ સાંત્રીક સાધનો વગર સંપૂર્ણ પારદર્શક રીતે ફકત માનવબળથી કરાવવા સુચન અને માંગણી કરેલ છે અને સમગ્ર જનહિતમાં વહેલાસર આ યોજના શરૂ કરવામાં આવે તેવી માંગણી બજરંગ ગૃપ પ્રમુખ પરેશ પટણી દ્વારા કરવામાં આવેલ છે. (૧૧.૩)

(12:27 pm IST)