Gujarati News

Gujarati News

News of Thursday, 6th December 2018

શિવમ ફાઉન્ડેશન દ્વારા વર્ષ ૨૦૧૯ની ડાયરીનું વિમોચનઃ વેરાવળ પાટણમાં ૬૦ હજાર ડાયરી અપાશે

પ્રભાસ પાટણ તા.૬: વેરાવળ શિવમ ફાઉન્ડેશન ભવન ખાતે સોમનાથ વિસ્તારનાં સામાજીક કાર્યકર જગમાલભાઇ વાળા દ્વારા તેૈયાર કરાયેલ ડાયરી ૨૦૧૯નું વિમોચન અગ્રણીઓ અને પત્રકારોની હાજરીમાં કરાયું હતું.

આ પ્રસંગે વેરાવળ-પાટણ ગ્રામ્ય વિસ્તારનાં આગેવાનો પત્રકારોની હાજરીમાં સંબોધન કરતા જગમાલભાઇ વાળાએ જણાવેલ કે પ્રજા સાથે વર્ષોથી મારો જીવંત સંપર્ક છે અને દરવર્ષે પ્રજાને કંઇક નવું-નવું આપતો રહું છું. આ વર્ષે ૨૦૧૯ની ડાયરી સોમનાથ વિધાનસભામાં ૬૦,૦૦૦ ઘરો સુધી, પહોંચવાનું અભિયાન છે અને આ ૪૫ દિવસ સુધી -વેરાવળ, પાટણ અને ગ્રામ્ય વિસ્તારોમાં ફરીને ડાયરી વિના મુલ્યે પહોંચતી કરવાની છે.

આ ડાયરી ગ્લેસડ પેપર ઉપર છપાયેલી છે જેમાં અગત્યના ટેલીફોન નંબર તેમજ ગીર-સોમનાથ જિલ્લાનાં મહત્વનાં દેવસ્થાનો કચેરીઓ પ્રવાસ સ્થળો તેમજ વેરાવળ બંદરનાં જુનાં દ્રશ્યો ૨૪ પાના જેટલી સુંદર તસ્વીરો આપેલ છે. તેઓએ વધુમાં જણાવેલ કે લોકો ભેળસેળવાળી વસ્તું ખાવાથી બિમારી આવે છે. અને તેઓ ટુંક સમયમાં ૧૦૦ શુદ્ધ દૂધ-ઘી લોકો સુધી પહોંચાડવાનું આયોજન કરી રહેલ છે. તેમજ સોમનાથ વિધાનસભાનાં મતદારો પ્રજાજનો ઓર્ગેનિક શાકભાજી મળે માટે લેબોરેટરી સાથે ઓર્ગેનિક ફાર્મ પણ અમારા આયોજનમાં છે. અંતમાં જણાવેલ કે મારે વેરાળ મુંબઇ અને દુબઇ જેવું શહેર બનાવવું છે અને સરકારમાં પ્રજાનાં કામો થવા જોઇએ તે માટે હું હરહંમેશ પ્રજાની સાથે જ રહીશ.

 

(9:39 am IST)