Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

ભાણવડનો ફરાર બુટલેગર ૬૭૦ લીટર દારૂ સાથે પોતાના ઘરેથી ઝડપાઇ ગયો

ભાણવડ તા. ૬ : ગત તા. ૨૭-૧૧ના રોજ બરડા ડુંગરના ડાડેરી નેશ સીમ વિસ્તારમાં દેશી દારૂની ચાર ભઠ્ઠી ચાલુ કરી દેશી દારૂ ગાળતો શખ્સ રેડ દરમિયાન નાસી છુટવામાં સફળ રહેતા ફરારી જાહેર કરી શોધખોળ કરવામાં આવેલ હતી. જેમાં ડીવાયએસપી જે.એચ.ઝાલા તથા તેમની ટીમના એએસઆઇ મહમંદભાઇ હિંગોરા, પો.હે. કોન્સ. જસ્મીનભાઇ ઝીંઝુવાડીયા તથા ભરતભાઇ ભુતિયા પો.કોન્સ. પ્રફુલભાઇ ખીમસુરીયા, ડ્રા.પો. હેડ કોન્સ. જેન્તીભાઇ કરમુર સહિતના સ્ટાફે બુટલેગર શકુર બધા રબારી રે. ફિલ્ટર નેશના તેમના ઘરે વહેલી સવારે રેડ કરતા આ ફરારી બુટલેગર ઘરેથી જ રંગેહાથ ઝડપાઇ ગયો હતો એટલું જ નહિ તેમના ઘરની ઝડતી દરમિયાન વધુ ૬૭૦ લી. દેશી દારૂ જેની કિં.રૂ. ૧૩,૪૦૦ પણ હાથ લાગતા આરોપી વિરૂધ્ધ પ્રોહિ. કલમ ૬૬બી, ૬૫ઇ મુજબ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

અગાઉની રેડ દરમિયાન આરોપીની ચાર ચાલુ ભઠ્ઠી તેમજ ૧૫૦ લી. દેશી દારૂ, ૬૧૦૦ લી. દારૂ બનાવવાનો આથો તેમજ અન્ય સામગ્રી સહિત કુલ રૂ. ૪૨,૭૫૦નો મુદ્દામાલ હાથ લાગ્યો હતો અને આરોપી બુટલેગર નાસી છુટવામાં સફળ રહ્યો હોઇ ફરારી જાહેર કરવામાં આવેલ હતો.

(1:05 pm IST)