Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

દામનગરમાં પીધેલ હાલતમાં ઘરમાં ઘુસીને મહિલા ઉપર હુમલોઃ ટીવીની લુંટ

અમરેલી તા. ૬ : દામનગરમાં રહેતા રેખાબેન સુરેશભાઇ સરવૈયા પોતાના ઘરે હાજર હતા તે દરમિયાન હરેશ ગણેશ પરમાર પીધેલી હાલતમાં તેમના ઘરમાં ઘુસી ઢીકાપાટાનો મારમારી ગાળો આપી અને જતા સમયે ટીવીની લુંટ કરેલ.

આ ફરીયાદ રેખાબેને દામનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)