Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

પોરબંદર ઠંડુગારઃ લો-પ્રેસરથી ૭ ડીગ્રી પારો નીચે ઉતરી ગયો

પોરબંદર તા. ૬ :.. દરિયામાં લો-પ્રેસરને કારણે શહેરમાં ઠંડો પવન ફુંકાયેલ અને ઉષ્ણાતામાનનો પારો ૭ ડીગ્રી નીચે ઉતરી ગયો છે. ગુરુતમ ઉષ્ણાતામાન ર૩,૦૮ સે.ગ્રે. લઘુતમ ઉષ્ણાતામાન ૧૯,૦૧ સે.ગ્રે.  ભેજ ૮૧ ટકા, પવનની ગતિ ૧૪ કી. મી. દરિયામાં પવન ૩પ થી ૪પ કિ. મી. હવાનું દબાણ ૧૦૧૩,૦૪ એચપીએ સૂર્યોદય ૭.૧૬ તથા સૂર્યાસ્ત ૬.૦૮ મીનીટે.

આજે સવારે સૂર્ય પ્રકાશીત વાતાવરણ અને દરીયામાં ર મીટર મોંજા ઉછળી રહેલ છે. દરિયાકાંઠે આજે ત્રીજા દિવસે ર બંદરનું સીગ્નલ યથાવત રાખેલ છે. મોટાભાગની બોટ પરત આવી ગયાનું પોર્ટ કંટ્રોલથી જણાવેલ છે.

(12:06 pm IST)