Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

અલંગ શિપબ્રેકીંગ યાર્ડ બે દિ' બંધ

ભાવનગર, તા. ૬ : ભાવનગર નજીકના વિશ્વ વિખ્યાત અલંગ શીપબ્રેકીંગ યાર્ડને બે દિવસ માટે બંધ કરવામાં આવ્યું છે.

ઓખી વાવાઝોડાની આગાહીના પગલે તંત્ર દ્વારા અલંગ શીપબ્રેકીંગ યાર્ડમાં પણ સલામતના પગલા ભરવામાં આવ્યા છે. આજે તા. ૬ અને કાલે તા. ૭ બે દિવસ શિપ બ્રેકીંગનું કામ બંધ કરાવ્યું છે. દરિયાકાંઠા પર રહેતા લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.

ઘોઘા-દહેજ ફેરી બંધ

અલંગ શીપબ્રેકીંગ યાર્ડની સાથે સાથે ઘોઘા-દેહજ હેરી સર્વિસ પણ બંધ રાખવામાં આવી છે. ઘોઘામાં વેસલને દહેજ જેટી પર સલામત રીતે લાંગરી દેવામાં આવ્યું છે. સાથોસાથ તટરક્ષક દળના જવાનો દ્વારા તળાજા, મહુવા પંથકમાં દરિયાકાંઠે વેતા ગામમાં સઘન પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું છે.

(11:46 am IST)