Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

કોડીનારના બંદરે હોડીના ખડકલા

કોડીનાર તા. ૬: ઓખી વાવાઝોડું આજ સાંજ સુધી સૌરાષ્ટ્રના દરિયા કાંઠે આવી પહોંચવાની દહેશત વચ્ચે કોડીનાર તાલુકાનાં દરિયા કાંઠે તંત્ર દ્વારા એલર્ટ જારી કરાયું છે અને કોડીનારના મુળદ્વારકા-માઢવડ-કોટડા વગેરે બંદરોમાં વાવાઝોડાના પગલે બોટો અને હોડીઓ પરત ફરી છે ત્યારે બંદરો ઉપર બોટો અને હોડીઓના ખડકલા થયા છે. તેમજ મધ દરીયે ભારે પવન સાથે ભારે ઉંચા મોજા ઉછળી રહ્યા છે. તંત્ર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા કડક સુચના અપાઇ છે. જયારે કોડીનારના મુળદ્વારકા, માઢવડ, કોટડા બંદરો ઉપર દરીયા કાંઠે રાક્ષસી મોજા ઉછળી રહ્યા છે. ઓખી વાવાઝોડાનાં કારણે દરિયામાં ભારે કરંટ જોવા મળી રહ્યો છે.

તેમજ ઓખી વાવાઝોડાની અસર સ્વરૂપે કોડીનાર પંથકમાં રવિવાર સાંજથી વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બે દિવસની સુર્ય નારાયણનાં દર્શન થયા ન હોય અષાઢી માહોલ છવાયો છે.

(11:45 am IST)