Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સોમનાથમાં યાત્રિકો ઘટયાઃ પ્રવાસીઓ વિના ચોપાટી સુની પડીઃ ધંધા-રોજગાર ઠપ

પ્રભાસ પાટણ તા. ૬ :.. સોમનાથ-પ્રભાસ પાટણમાં બે દિવસથી મંડરાઇ રહેલા ઓખી સંભવીત વાવાઝોડાના પગલે સોમનાથ ધામ સુમસામ બન્યું છે અને નાળીયરવાળા, શેખછીપલા અને ફોટા વેચનારાઓના ધંધામાં ઠંડી આવી છે. દરિયા કિનારો સુમસામ ભાસે છે દેખાય છે તો માત્ર ચૂંટણી ફરજ અર્થે આવેલા પંજાબ, હરિયાણા પોલીસ અને પેરામીલીટરી ફોર્સના જવાનો જ સોમનાથ આસપાસ તેઓને વિધિવત પોસ્ટીંગ અપાય તે પહેલાં દર્શન કરી ધન્યતા અનુભવી અને સોમનાથ તીર્થને નિહાળતા નજરે ચઢે છે.

ગઇ રાત્રીથી સોમનાથમાં વરસાદી છાંટા પડયા હતા અને દિવસભર સૂર્યદર્શન થયા ન હતા લોકોએ ચોમાસાની સીઝન પુરી થયા પછી સંકેલી લીધેલા રેઇનકોટ-છત્રી અને ઠંડીને કારણે સ્વેટર, ગરમજાકીટ, મફલર સાથે ફરતા દેખાય છે. ચોપાટી ઉપરના ઘોડેસ્વારી, ઉંટ સ્વારી કરાવતા ચાલકો લાંબો સમય સુધી ધરાકોની પ્રતિક્ષા કરે છે પરંતુ માંડ એકલ દોકલ પ્રવાસીની બોણી થાય છે તેવી અસર છેઆ ઓખીની કન્ટ્રોલ રૂમ રાઉન્ડ ધ કલોક ધમધમે છે. આજે રાત્રી સુધીમાં એનડીઆરએફની એક ટૂકડી અત્રે આવી પહોંચશે. દરમ્યાન દરિયામાં વલસાડ જીલ્લાનો મરોડા તાલુકાના બારી વેસ્તા કે જે ઘોરીપાડા ગામનો છે. ઉ.૪૧ તેનું દરીયાન પવનને કારણે હોડીમાંથી પડી જતાં તેને સારવારમાં લઇ આવતા હતા તે દરમ્યાન મૃત્યુ નીપજેલ છે જે અંગે સોમનાથ મરીન પોલીસે જરૂરી કાગળ કરવા કાર્યવાહી કરી રહી છે.

(11:42 am IST)