Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

સોમનાથ દરિયામાં ઉછળતા મોજાઃ વરસાદથી પાકને નુકશાન

પ્રભાસ પાટણ :.. અરબી સમુદ્રમાં ઓખી નામનું વાવાઝોડુ સક્રિય થયેલ છે. જેનાં પગલ સમગ્ર દરીયા કિનારાને એલર્ટ જાહેર કરવામાં આવેલ છે. અને સવારે  ધીમે ધારે વરસાદ વરસેલ સાથે પવનમાં પણ વધારો થયેલ છે. અને દરીયામાં  કરંટ જોવા મળેલ અને દરીયાનાં મોજા ઉછળતા જોવા મળ્યા હતાં. જયારે ખેતરોમાં ઉભા પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયેલ છે અને જે બાજરા ઉભા હતા તે તમામ ઢળી ગયેલ છે અને બાજરાનો પાક ફેલ થયેલ છે તેમજ ચણા, ધાણા, મરચીનો રોપ સહિત બીજા અન્ય પાકોને નુકશાન થયેલ છે. તેમજ અત્યારે મોટાભાગનાં ઢોરનાં ચારાઓ ખેતરોમાં પડેલા હોય છે તેથી આ ઢોર માટેનાં ઘાસ પણ  પલળી ગયેલ છે આમ ખેડૂતોને ભારે નુકશાન ગયેલ છે. (તસ્વીર - અહેવાલ દેવાભાઇ રાઠોડ પ્રભાસ પાટણ)

 

(11:38 am IST)