Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

મહેન્દ્રભાઇ સામેના હાર્દિક પટેલના ઉચ્ચારણો સામે કોડીનાર રઘુવંશી સમાજમાં રોષ

કોડીનાર તા. ૬ :.. જુનાગઢનાં સેવાનાં ભેખધારી અને સર્વ જ્ઞાતી સમાજમાં સ્વીકૃત ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ વિરૂધ્ધ પાસનાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા તા. ર-૧ર-૧૭ ના રોજ શિવમ પાર્ટી પ્લોટ જૂનાગઢમાં બેફામ વાણી વિલાસ કરી મહેન્દ્રભાઇને બળદ સાથે સરખાવી મહેન્દ્ર મશરૂ ઉપર ગંભીર આક્ષેપો કરી જૂનાગઢની અડધો અડધ જમીન મહેન્દ્ર મશરૂના નામે હોવાનાં આક્ષેપ કર્યા હતાં.

આ સંદર્ભે કોડીનાર લોહાણા મહાજન સમાજ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરી મશરૂએ સમાજ સેવા માટે લગ્ન પણ કર્યા નથી. અને બ્લડ બેંકના તથા અન્ય સેવાકીય  સંસ્થાઓ ચલાવી સમાજ સેવા કરી રહ્યા હોવાનું અને ધારાસભ્યનો પગાર પણ લેતા નથી તેવા નખશીખ પ્રમાણીક તથા તમામ સમાજ અને આદર્શરૂપ એવા મહેન્દ્ર મશરૂ ઉપર હાર્દિક પટેલે આક્ષેપો કરી રઘુવંશી સમાજે આક્ષેપો ને વખોડી, રઘુવંશી સમાજે હાર્દિકને આક્ષેપો સાબીત કરવા મશરૂની માફી માંગવા ઉગ્ર માગણી કરી છે.

(9:33 am IST)