Gujarati News

Gujarati News

News of Wednesday, 6th December 2017

જુનાગઢ જિલ્લામાં મતદાન કામગીરીનો ધમધમાટ

 જુનાગઢ : મેંદરડા ખાતે ચુંટણી તંત્ર આયોજિત મતદાર જાગૃતિ રેલી યોજવામાં આવી હતી. જેમાં વિવિધ શાળાના વિઘાર્થીઓએ સહભાગી થઇ મતદાન અવશ્ય કરીએના બેનર સાથે લોકોમાં લોકશાહીના પર્વ સમાન ચુંટણીમાં મતદાનની જાગૃતિ આવે તે માટે પ્રયાસ કરવામાં આવ્યો હતો.મેંદરડાના પ્રાંત અધિકારી જે.સી.દલાલ તેમજ શિક્ષણાધિકારીની કચેરીના સ્ટાફના સહયોગથી આ મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. માણાવદરમાં મતદાન અંગે લોકોમાં જાગૃતિ આવે તે માટે જિલ્લા ચુંટણી તંત્રના માર્ગદર્શન  હેઠળ ચુંટણી અધિકારી કેયુર જેઠવાના સંકલન હેઠળ મતદાન જાગૃતિ રેલી યોજાઇ હતી.જેમાં વિધાર્થીઓ જોડાયા હતા. આગામી તા. ૯-૧૨-૨૦૧૭ના રોજ તમામ મતદારો મતદાન કરે તે માટે અપીલ કરવામાં આવી હતી. શિક્ષણાધિકારીની કચેરીના સ્ટાફના સહયોગથી આ મતદાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લામાં જિલ્લા ચુંટણી તંત્ર દ્વારા બીએલઓ મારફત મતદારોને સ્લીપ વિતરણ કરવામાં આવી રહયું છે. માંગરોળ વિધાનસભા વિસ્તારના તમામ મતદારોને વિવિધ વિસ્તારના નિયુકત બીએલઓ મારફત સ્લીપ ઘરે ઘરે વિતરણ કરવાની કામગીરી ચાલી રહી છે. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જૂનાગઢ)

 

 

(9:33 am IST)