Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ધોરાજીમાં આવેલ 400 વર્ષ પુરાણું લક્ષ્મીજીનું મંદિર ખાસ મહત્વઃ દર દિવાળીએ અને નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે

અંદાજે 400 વર્ષ પહેલા રજવાડાનાં સમયમાં એક મુસ્લિમ ઘાંચી જ્ઞાતિના વ્યક્તિને રાત્રિના સપનામાં હિન્દુ દેવી જેના હાથમાં કમળ હતું તે આવેલ અને ત્યારબાદ તેમણે તેમના મૌલવીઓને વાત કરી હિન્દુ વિદ્વાનોને મળતા સ્વપ્નમાં આવતા દેવી શ્રી મહાલક્ષ્મીજી છે તેવું નક્કી થયેલ અને ત્યારબાદ તે જગ્યાએ મહાલક્ષ્મીજી મંદિરનું સ્થાપન થયુ હતું

ધોરાજી: હિન્દૂ ધર્મમાં લક્ષ્મીજીનું સ્થાન એટલે ખુબજ આસ્થા અને ધનનાં  દેવી તરીકે પૂજવામાં આવે છે, ખાસ  કરીને દિવાળી ઉપર લક્ષ્મીજીનાં મંદિરમાં ખાસ પૂજા અને ઉત્સવ મનાવવામાં આવે છે આવુંજ એક 440 વર્ષ જુનું લક્ષ્મીજીનાં મંદિર ધોરાજીમાં છે આ મંદિરની ખાસ વિશષેતા અને મહત્વ છે દિવાળીનાં દિવસે અહીં ખાસ ઉત્સવ હોય છે

ધોરાજીમાં આવેલ 400 વર્ષ પુરાણું લક્ષ્મીજીનું મંદિર ખાસ મહત્વ ધરાવે છે, અહીં દિવાળી ના દિવસે ખાસ ઉત્સવ હોય છે, આ પુરાણ મંદિર  ઇતિહાસ પણ જાણવા જેવો છે, ધોરાજી શહેરમાં અંદાજે 400 વર્ષ પહેલા રજવાડાનાં સમયમાં  એક મુસ્લિમ ઘાંચી જ્ઞાતિના વ્યક્તિને રાત્રિના સપનામાં હિન્દુ દેવી જેના હાથમાં કમળ હતું તે આવેલ અને ત્યારબાદ તેમણે તેમના મૌલવીઓને  વાત કરી હિન્દુ વિદ્વાનોને મળતા સ્વપ્નમાં આવતા દેવી શ્રી મહાલક્ષ્મીજી છે તેવું નક્કી થયેલ અને ત્યારબાદ તે જગ્યાએ મહાલક્ષ્મીજી મંદિરનું સ્થાપન થયુ હતું.

દર દિવાળીએ અને નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓ આ મંદિરે દર્શનાર્થે આવે છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે અને વ્યવસ્થાપકો દ્વારા આ મંદિરે દિવાળીના તહેવારોમાં ચુંદડી કંકુની પડીકી તથા પ્રસાદી મફતમાં વહેંચવામાં આવે છે અને લાખો શ્રદ્ધાળુઓ શ્રી મહાલક્ષ્મીજી તથા તેમની સાથે બિરાજમાન ભદ્રકાળીજી અને અંબાજી માતાનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે

દરેક વેપારીઓ દિવાળીને દિવસે માતાજીના દર્શન કરીને ત્યારબાદ ચોપડા પૂજન કરે છે, આ મંદિરે દર્શન કરી ને વેપારીઓ આવતા વર્ષ માટે સુખ સંપત્તિ અને સમૃદ્ધિની ઈચ્છા કરે છે અને માં લક્ષ્મી દરેકને તેની મનોકામના પુરી કરે છે

ધોરાજીમાં દિવાળીનાં દિવસે વેપારીઓ ચોપડા પૂજન કરી અને માં લક્ષ્મીજીનાં દર્શન કરીને આવતા વર્ષ માટે આશીર્વાદ લે છે, નવાં વર્ષ પ્રથમ દિવસેમાં  શ્રી મહાલક્ષ્મીજી મંદિરે અન્નકૂટનાં દર્શન પણ થાય છે અને શ્રદ્ધાળુઓ અન્નકૂટની પ્રસાદી પણ મેળવી શકે છે આમ ધોરાજીમાં સ્વયંભૂ સ્થાપિત આ મહા લક્ષ્મીજી મંદિર ખૂબ જ પૌરાણિક છે અને લગભગ હિન્દુ જ્ઞાતિના તમામ લોકો શ્રી મહાલક્ષ્મીજી મંદિરનાં દર્શન કરી ધન્યતા અનુભવે છે અને પોતાની મનોકામનાઓ માનતાઓ પૂરી કરે છે.

(12:09 pm IST)