Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

દિવાળીની મોડી રાત્રે ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત અન્ય લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઇ

કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત બીજા બે વ્‍યક્તિઓ પીધેલી હાલતમાં મળી આવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

રાજકોટઃ દિવાળીની મોડી રાત્રે ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત અન્ય લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા હડકંપ મચ્યો છે, પોલીસ ત્રણેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રકાશના પર્વ સમાન દિવાળીમાં લોકો આનંદ અને ઉલ્લાસ સાથે પર્વની ઉજવણી કરતા હોય છે, ત્યારે તહેવારોમાં મોજ માણતા કોંગ્રેસના શહેર પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા છે. તહેવારોને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન સઘન પેટ્રોલિંગ કરવામાં આવતું હોય છે ત્યારે કડક ચેકિંગની કાર્યવાહીમાં ગોંડલ શહેર કોંગ્રેસ પ્રમુખ નશાની હાલતમાં ઝડપાતા ચકચાર મચી ગઈ છે. દિવાળીની મોડી રાત્રે ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા સહિત અન્ય લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાતા પોસીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ નશાની હાલતમાં ઝડપાયા 
ગુજરાતમાં દારૂબંધી હોવા છતા અવાર નવાર  દારુની રેલમછેલ જોવા મળતી હોય છે, તેમાય તહેવારોની સિઝન આવે એટલે દારૂની હેરાફેરીનું પ્રમાણ વધી જતું હોય છે.  તેવામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ વધારી દેવામાં આવતી હોય છે, ત્યારે દિવાળીના તહેવારોમાં પોલીસ ચેકિંગ કરી રહી હતી ત્યારે દિવાળીના દિવસે ત્રણ શંકાસ્પદ લોકો નશાની હાલતમાં દેખાતા PSI ઝાલાએ આશિષ કુંજડિયાની પૂછપરછ હાથ ધરી હતી, દરમિયાન પોલીસને જવાબ આપતી વખતે કોંગ્રેસ શહેર પ્રમુખ લથડીયા ખાવા લાગ્યા હતા અને જવાબ આપતા પણ જીભ થોથડાતી હતી, શખ્સો નશાની હાલતમાં પીધેલ જણાઈ આવતા પોલીસ તેમની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

પોલીસ પેટ્રોલિંગ શહેર પ્રમુખ સહિત ત્રણ ઝડપાયા 

દિવાળી અને નવા વર્ષના તહેવારોની સિઝનમાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું, દરમિયાન દારૂના નશામાં ઝડપાયેલા ત્રણ લોકોમાં એક ગોંડલમાં કોંગ્રેસ શહેર પ્રમુખ આશિષ કુંજડિયા હોવાનું જાણવા મળ્યું હતું. જ્યારે અન્ય બે વ્યક્તિઓમાં જયશુખભાઈ વાઘસિયા અને ચંદુભાઈ જાડેજા પીધેલી હાલતમાં મળી આવ્યા જેને લઈને પોલીસે ત્રણેયની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

(10:56 am IST)