Gujarati News

Gujarati News

News of Saturday, 6th November 2021

ઉપલેટામાં દિવાળી પર્વની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ બાખડ્યાઃ ૪ લોકોને ઇજા ઉપલેટામાં ફટાકડા મુદ્દે થયેલા ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ લીધું, બે ગ્રૂપ બાખડતા 4 ઈજાગ્રસ્ત

બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા તો વધુ ગંભીર ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાયા

ઉપલેટા: દિવાળીના સેલિબ્રેશનમાં અનેકવાર લોકોમાં ઝઘડા થતા હોય છે. જેમાં ફડાકડા ફોડવા બાબતે થયેલા ઝઘડા ક્યારેક મોટુ સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે. આવામાં દિવાળીની રાતે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં બે જૂથ બાખડ્યા હતા. ઉપલેટામાં બે જૂથ વચ્ચે અથડામણ સર્જાયુ હતું. 

ઉપલેટા શહેરમાં દિવાળી પર્વની રાત્રે ફટાકડા ફોડવા બાબતે બે જૂથ બાખડ્યા હતા. આ જૂથ અથડામણમાં એક જૂથના ચાર વ્યક્તિઓને ઈજા પહોંચી છે. જેમાં બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા છે. તો વધુ ગંભીર ઈજાગ્રસ્તોને રાજકોટ રીફર કરાયા છે. બનાવની જાણ થતા પોલીસ હોસ્પિટલ દોડી જઈ તપાસ આગળ હાથ ધરી હતી. 

સમગ્ર ઘટના બાદ પોલીસે કાર્યવાહી કરી હતી. જેમાં એક જૂથના બે વ્યક્તિઓ અન્ય જૂથના એક વ્યક્તિની અટકાયત કરી છે. આ ઘટના બાદ નગરપાલિકા પ્રમુખ પોલીસ સ્ટેશન ખાતે આગેવાનો સાથે દોડી ગયા હતા. એક જૂથના સભ્યને સમજાવવાનો પ્રયાસ કરાયો હતો. જોકે, આ સમયે મામલો ફરી બિચક્યો હતો. પાલિકા પ્રમુખ મયુર સુવા પર પોલીસ સ્ટેશનમાં જ હુમલો કરાયો હતો. હુમલો કરનાર એક જૂથના ત્રીજા વ્યક્તિને પણ પોલીસે અટકાયતમાં લીધો હતો. 

(11:12 am IST)